વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને મેક્સિકોમાં વસવાટ કરી રહેલા 2.5 કરોડ લોકોને તેમના દેશ પરત મોકલવાની ધમકી ઉચ્ચારી છે. એક અમેરિકન અખબારના જણાવ્યા મુજબ તાજેતરમાં G-7 સમિટ દરમિયાન રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે વ્યાપાર, આતંકવાદ અને ઈમીગ્રેશનના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામના અભિપ્રાય અલગ અલગ રહ્યા હતા.યુરોપિયન યૂનિયનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બેઠકમાં ઈમિગ્રેશનના મુદ્દે ચર્ચા દરમિયાન એક સમય અવો આવ્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્થાપનને યુરોપ માટે મોટી સમસ્યા ગણાવ્યું અને જાપાનના વડાપ્રધાનને કહ્યું કે, ‘શિન્ઝો આપને આ સમસ્યા નથી. હું 2.5 કરોડ મેક્સીકન લોકો જાપાન મોકલું તો ટૂંક સમયમાં જ તમને પદભ્રષ્ટ કરવામાં આવશે’.
મળતી માહિતી મુજબ જ્યારે ઈરાન અને આતંકવાદ મુદ્દે ચર્ચા શરુ કરવામાં આવી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ‘તમને આ અંગે ચોક્કસ માહિતી હશે, કારણકે તમામ આતંકવાદીઓ પેરિસમાં જ છે’. મહત્વનું છે કે, ટ્રમ્પના G-7ના સંયુક્ત નિવેદનથી અસહમત થયા બાદ આ બેઠક નિરાશાજનક વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.