વિશ્વશાંતિ માટે શિખર બેઠકઃ ટ્રમ્પ, કિમ 12 જૂને સિંગાપોરમાં મળશે

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ટ્વિટર પર જાહેરાત કરી છે કે પોતે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનને આવતી 12 જૂને સિંગાપોરમાં મળશે.

બંને નેતા વચ્ચે આ પહેલી જ મુલાકાત હશે અને એ માટે આખી દુનિયા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.

ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યું છે કે, અમે અમારી એ મુલાકાતને વિશ્વ શાંતિ માટે એક વિશેષ અવસર બનાવીશું.

httpss://twitter.com/realDonaldTrump/status/994587349718847489

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]