ઇરાનમાં હિજાબવિરોધી આંદોલનમાં ભાગ લેવાવાળા ત્રણનાં મોત

પેરિસઃ ઇરાનમાં હિજાબવિરોધી આંદોલનમાં ભાગ લેવાવાળા ત્રણ જણને મોતની સજા સંભળાવવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં મહસા અમિનીના મોત પછી દેશભરમાં હિજાબવિરોધી ચળવળમાં સામેલ થવાને કારણે તેમને આ મોતની સજા સંભળાવવામાં આવી છે. આ તાજા મોતની સજા સાથે છેલ્લા ચાર મહિનામાં વિરોધ પ્રદર્શનમાં મોતની સજા પામેલાઓની સત્તાવાર કુલ સંખ્યા 17ની થઈ છે, જ્યારે છ દોષોને ફરીને સુનાવણીની મંજૂરી આપવામાં આવી છે.

ઓસ્લો સ્થિત ઇરાન હ્યુમન રાઇટ્સ (IHR)એ કહ્યું હતું કે કમસે કમ 10 દેખાવકારોને હવે હિરાસતમાં મોતની સજા આપવામાં આવી છે અથવા તેમણે આરોપોનો સામનો કરવો પડ્યો છે અથવા તેમને મૃત્યુદંડ આપવામાં આવી શકે.

ઇરાનમાં મહિલાઓ માટે આકરા ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવાના આરોપ ધરપકડ પછી કુર્દ ઇરાની અમિનીની 16 સપ્ટેમ્બરમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોત પછી ઇસ્લામિક દેશ હિજાબવિરોધી લહેરથી હલી ગયું છે. કોર્ટે સાલેહ મિરહશેમી, માજિદ કાઝમી અને સઈદ યાધૌબીને ઇરાનના ઇસ્લામી શરિયત કાયદા હેઠળ મોતની સજા સંભળાવવામાં આવી છે. જોકે તેઓ હજી પણ આ ચુકાદા સામે અપીલ કરી શકે છે.

ઇરાનમાં હિજાબવિરોધી દેખાવો બદલ મોતની સજા આપવાના વિરોધના આક્રોશમાં દેશમાં શરૂ થયેલી અશાંતિને કારણે થયેલા દેખાવો અને એ પછી 64 સગીર લોકો સાથે 481 દેખાવકારો માર્યા ગયા છે, એમ IHRએ કહ્યું હતું. ઇરાની અધિકારીઓએ કહ્યું હતું કે સુરક્ષા દળોના સભ્યો સહિત સેંકડો લોકો માર્યા ગયા છે.