UPIની સાથે સિંગાપુરની પેનાઉનું એકીકરણ ટૂંક સમયમાં

સિંગાપુરઃ જો તમારા પરિવારનો કોઈ સભ્ય સિંગાપુરમાં રહેતો હોય અને તે ડિજિટલના માધ્યમથી તમને નાણાં મોકલતો હોય તો ત્યાં રહેતા ભારતીય યુઝર્સે ડિજિટલ પૈસા ટ્રાન્સફર કરવા માટે વધુ રકમની ચુકવણી નહીં કરવી પડે, કેમ કે ભારતની ડિજિટલ ચુકવણીની પદ્ધતિ UPI અને સિંગાપુરની પેનાઉ ટૂંક સમયમાં આપસમાં એકીકરણ થવાની છે. સિંગાપુરની સાથે દુબઈમાં પણ જલદી UPI શરૂ થાય એવી શક્યતા છે. એ સાથે કેટલાક અન્ય દેશોમાં પણ UPI લેવડદેવડ શરૂ કરવામાં આવી શકે.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના સલાહકાર પ્રમોદ વર્માનું કહેવું છે કે સિંગાપુરની સાથે દુબઈ અને અન્ય કેટલાક દેશોની સાથે UPI લેવડદેવડ જલદી થશે. કોલકાતામાં G20ની પહેલી વૈશ્વિક ભાગીદારી માટે નાણાકીય સમાવેશીકરણ બેઠકના પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે સિંગાપુર અને દુબઈની સાથે UPI આ વર્ષે શરૂ થાય એવી શક્યતા છે. ફ્રાંસની સાથે પણ એની જાહેરાત થવાની સંભાવના છે. આ દેશોની યાત્રા કરવાવાળા ભારતીય UPIનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત અનેક દેશો પાઇપલાઇનમાં છે અને જ્યાં સિસ્ટમને વધારવામાં આવશે.

વિશ્વના અન્ય દેશોમાં UPI લેવડદેવડથી જોડાયેલા પડકારો પર તેમણે કહ્યું હતું કે એ મોટા ભાગે નીતિ નિષયક તૈયારી અને નિયામક મામલો છે. આ સિવાય અનેક કંપનીઓ જે સરહદ પાર લેવડદેવડ માટે વધારાનો ચાર્જ લે છે. એ સિવાય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી દિલીપ અસ્બેએ સોમવારે જણાવ્યું હતું કે ભારત ડિજિટલની ચુકવણીના માળખાના નિર્માણમાં દેશોની મદદ કરવા માટે UPI ટેક્નિક અને કોડને મફત આપવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે અમને 3-4 દેશોથી UPIની માગ મળી છે. RBI અન્ય નિયામકોથી વાત કરવા અમને ટેકો આપી રહી છે.