NASAના વડા ટેક્નોલોજીસ્ટ તરીકે ભારતીય-અમેરિકન ચારણીયાની નિમણૂક

વોશિંગ્ટન: અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASAના નવા ચીફ ટેક્નોલોજીસ્ટ તરીકે એરોસ્પેસ ઉદ્યોગના ભારતીય-અમેરિકન નિષ્ણાત એ.સી. ચારણીયાની નિમણૂક કરવામાં આવી છે. આ સ્પેસ એજન્સીના અત્રેના મુખ્યાલયમાં ટેક્નોલોજી નીતિ તથા કાર્યક્રમો બાબતે એડમિનીસ્ટ્રેટર બિલ નેલ્સનના મુખ્ય સલાહકાર તરીકે કામ કરશે.

એ.સી. ચારણીયા NASA એજન્સીના અંતરિક્ષ મિશનોને લગતી બાબતો માટે ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ્સને લગતી બાબતોમાં સંકળાયેલા રહેશે. આ ઉપરાંત તેઓ અન્ય કેન્દ્ર સરકારી એજન્સીઓ, ખાનગી ક્ષેત્ર તથા વિદેશી હિસ્સેદારો સાથે ટેક્નોલોજી સહયોગની બાબતો પણ સંભાળશે.