વોશિંગ્ટનઃ અમેરિકી રાજ્ય ઓરેગનમાં લાગેલી જંગલની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બુટલેગ જંગલમાં લાગેલી આગથી આશરે ચાર લાખથી વધુ એકરની જમીન બળી ગઈ હતી. ઓરેગન રાજ્ય સહિત ક્લેમમથ કાઉન્ટી પણ પ્રભાવિત થયું છે. એ કેલિફોર્નિયામાં લાગેલી આગનો દાયરો વધીને 58,417 એકર થયો છે. આગની ભયાનકતાને જોતાં અધિકારીઓ દ્વારા 14,000થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
કેલિફોર્નિયાના આગમાં 10 ઇમારતો નષ્ટ થઈ ગઈ હતી, જ્યારે વાર્ષિક સાઇકલ દોડ રાઇડને રદ કરવામાં આવી છે. અમેરિકામાં લાગેલી આગને 1300થી વધુ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે ઓરેગનના બુટલેગ જંગલમાં લાગેલી આગ પર 40 ટકા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ આગને કારણે 2500થી વધુ ઇમારતો પર જોખમ ઊભું થયું છે.
અધિકારીઓએ ચેતવણી આપી છે કે એ ભયાનક આગ પર કાબૂ મેળવવામાં મહિનાઓ લાગી શકે છે. સ્થાનિક અહેવાલ મુજબ ઓરેગનના જંગલમાં લાગેલી આગ આ સદીની ત્રીજી સૌથી મોટી આગ છે. આ પહેલાં વર્ષ 2002માં બિસ્કિટ ફાયરમાં પાંચ લાખ એકર જમીન બળી ગઈ હતી. વર્ષ 2012માં લોન્ગ ડ્રો ફાયરમાં આશરે 5,60,000 એકરથી વધુનું ઘાસ મેદાનમાં ખાખ થઈ ગયું હતું.