શી જિનપિંગે અચાનક અરુણાચલ સરહદની મુલાકાત લીધી

બીજિંગઃ ભારતની સરહદે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અરુણાચલ પ્રદેશની નજીક વ્યૂહરચનારૂપે તિબેટિયન બોર્ડરની નજીકના શહેર નિંગચીની અચાનક મુલાકાત લીધી હતી. તેઓ બુધવારે નિંગચી શહેર મેનલિંગ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો અને વિવિધ સમૂહનાં ગ્રુપોએ તેમનું સ્વાગત કર્યું હતું, એમ ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું. તેમણે બ્રહ્મપુત્રા નદીનું નિરીક્ષણ કરવા માટે ન્યાંગ નદી પૂલનો પ્રવાસ કર્યો હતો. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતી ભાષામાં યારલુંગ જાંગબો નદી કહેવામાં આવે છે. ન્યાંગ એની બીજી સૌથી મોટી સહાયક નદી છે. ચીન દક્ષિણ તિબટના હિસ્સાના રૂપે અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું રહ્યું છે, જેને ભારત દ્રઢતાથી નકારી દીધું છે. ભારત-ચીન સીમા વિવાદમાં 3488 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સામેલ છે.

ચીની નેતાઓ સમયાંતરે તિબેટની મુલાકાતે આવ્યા કરે છે, પણ શી જિનપિંગ પહેલાં એવા ટોચના નેતા છે, જેમણે તિબેટની સરહદે શહેરની મુલાકાત કરી હોય. નિંગચી શહેર જૂન મહિનામાં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે ચીને પહેલી બુલેટ ટ્રેનને તિબેટમાં શરૂ કરી હોય. એ ટ્રેન તિબેટની પ્રાંતીય રાજધાની લ્હાસાને નિંગચીથી જોડે છે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 160 કિમીની છે અને એ 435.5 કિમીનું અંતર કાપવાવાળી ઇલેક્ટ્રિફાઇડ રેલવે લાઇન છે.  એ હાઇ સ્પીડ મુખ્ય ચીનનાં બધાં પ્રાંતીય શહેરોમાંથી પસાર થાય છે. જોકે ચીન ઝડપથી સરહદે પાયાના માળખાને મજબૂત કરી રહ્યું છે. જેથી ભારતની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.