સ્ટોકહોમઃ મેગડાલેના એન્ડરસને ગઈ કાલે સ્વીડનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે નિયુક્ત કરાયાનાં સાત કલાકોમાં જ રાજીનામું આપી દીધું હતું. દેશની સંસદમાં બજેટ દરખાસ્તોના મુદ્દે વિખવાદ ઊભો થતાં એમની હાર થઈ હતી. સંસદમાં વિરોધપક્ષે પણ બજેટની દરખાસ્તો રજૂ કરી હતી. મતદાનમાં વિપક્ષી દરખાસ્તની 154-143 મતોથી જીત થઈ હતી.
સ્વીડનમાં બે પાર્ટીએ સાથે મળીને સરકાર બનાવી હતી, પરંતુ એ લઘુમતીમાં હતી. એન્ડરસનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની ભાગીદાર ગ્રીન્સ સાથ છોડી જતાં એન્ડરસનને રાજીનામું આપી દેવું પડ્યું હતું. જોકે દેશના પ્રથમ મહિલા વડાં પ્રધાન બનવાનો એ ઈતિહાસ સર્જી ગયાં છે. તેઓ આ પૂર્વે નાણાં પ્રધાન હતાં.