મેડિસિન કેટેગરીમાં સ્વાંતે પાબોને નોબેલ પુરસ્કાર અપાયો

નવી દિલ્હીઃ સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી-મેડિસિન માટે નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્વાંતે પાબોને વિલુપ્ત હોમિનિન અને માનવ વિકાસના જિનોમથી સંબંધિત સંશોધનો માટે આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. સાયન્ટિફિક વિશ્વમાં નોબેલ પુરસ્કારને સૌથી પ્રતિષ્ઠિત ઇનામ માનવામાં આવે છે. એ સ્વીડનની કરોલિન્સ્કા સંસ્થાની નોબેલ એસેમ્બલી દ્વારા આપવામાં આવે છે અને એની કિંમત 10 મિલિયન સ્વિડિશ ક્રાઉન ( 9,00,357 ડોલર) છે.

નોબેલ સમિતિના સચિવ થોમસ પેર્લમેને સ્ટોકહોમ, સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટે સોમવારે વિજેતાની ઘોષણા કરી હતી.

સ્વાંતે પાબો એક સ્વિડિશ જેનેટિસ્ટ છે, જેવિકાસવાદી આનુવાંશિકી ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. આ નોબેલ પ્રાઇઝની ઘોષણા કરતાં સમિતિએ કહ્યું હતું કે તેમણે તેમની શોધના માધ્યમથી સ્વાંતે પાબોએ કંઈક એવું કર્યું છે કે જે અસંભવ જેવું લાગે છે. નિએન્ડરથલના જિનોમને અનુક્રમિત કરવું –એ હાલમાં મનુષ્યો માટે વિલુપ્ત રિલેટિવ છે. તેમણે પહેલાં અજ્ઞાત હોમિનિન, ડેનિસોવાની પણ સનસનીખેજ શોધ કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]