સંપત્તિ ફ્રીઝ કર્યા છતાં શાઓમી વેપારી-હિતોનું રક્ષણ કરશે

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક શાઓમી કોર્પની રૂ. 682 મિલિયન ડોલરને ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિના ભારતીય આદેશ પછી કંપનીએ રવિવારે કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી નિરાશા થઈ છે, પણ કંપની પોતાનાં વેપારી હિતોની રક્ષા કરવાનું જારી રાખશે.  

ભારતીય એપેલેટ ઓથોરિટીએ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રૂ. 55.51 અબજ ડોલરને જપ્ત કરવાના એપ્રિલના ઓર્ડરને યથાવત્ રાખ્યો હતો, જેની તપાસમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ ફોરેન કરન્સીની રોયલ્ટી રૂપે કરેલી કંપનીઓને ચુકવણી ગેરકાયદે હતી.

ચાઇનીઝ સ્માર્ટ ડિવાઇસ કંપનીએ કહ્યું હતું કે આ વર્ષના પ્રારંભમાં જપ્ત કરવામાં આવેલા 55.51 અબજ રૂપિયામાં 84 ટકાથી વધુની ચુકવણી અમેરિકાની ચિપ કંપની ક્વાલકોમ ગ્રુપને કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે શાઓમી ઇન્ડિયા શાઓમી ગ્રુપની એક સબસિડિયરી કંપનીઓમાંની એક છે, જેનાથી સ્માર્ટફોન બનાવવા માટે IP લાઇસન્સ માટે ક્વોલકોમ સાથે કાયદાકીય રીતે સમજૂતી કરાર કર્યો છે.

એ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શાઓમી અને ક્વાલકોમનું માનવું છે કે શાઓમી ઇન્ડિયા માટે સમજૂતી કરાર હેઠળ રોયલ્ટીની ચુકવણી કાયદેસરની અને વેપારી પ્રક્રિયા છે.  ભારતીય સ્માર્ટફોન બજારમાં શાઓમી અને સેમસંગ- સંયુક્ત રીતે 18 ટકા બજારહિસ્સો ધરાવે છે, જે ચીન પછી વિશ્વમાં સૌથી મોટું બજાર છે, એમ કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના આંકડા જણાવે છે.

વર્ષ 2020માં લદ્દાખ પરના ચીન સાથેના ઘર્ષણ પછી ઊભા થયેલા રાજકીય ટેન્શનને કારણે ચીની કંપનીઓએ ભારતમાં વેપાર માટે સંઘર્ષ કર્યો છે. ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે 300થી વધુ એપ પરપ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ટિકટોક જેવી લોકપ્રિય એપ પણ સામેલ હતી. ભારતે ચીની કંપનીઓ માટે ભારતમાં મૂડીરોકાણ માટેના નિયમો આકરા બનાવ્યા હતા.