ઢાકાઃ બંગલાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાએ દેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોની વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેઓ ઢાકા છોડીને કોઈ સુરક્ષિત જગ્યે નીકળી ગયાં છે. તેઓ ફિનલેન્ડની રાજધાની હેલન્સિકી માટે રવાના થઈ ગયાં છે. હવે દેશમાં હાલ સેના સત્તા સંભાળશે.
આ પહેલાં બંગલાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ થઈ રહી હતી અને તેઓ સેનાને સત્તા સોંપે એવી વકી છે. અનામતની વિરુદ્ધ વિદ્યાર્થીના દેખાવો હવે હિંસક બની રહ્યા છે. દેશમાં થયેલી અથડામણમાં અત્યાર સુધી કમસે કમ 100 લોકોનાં મોત થયાં છે. ઢાકા સહિત દેશભરમાં સેના તહેનાત કરી દેવામાં આવી છે. રસ્તાઓ પરથી પોલીસને દૂર કરી દેવામાં આવી છે.
બંગલાદેશની સ્થિતિ પાકિસ્તાન જેવી થઈ છે. વિદ્યાર્થીઓ નેતાઓએ શેખ હસીનાના રાજીનામાની માગને લઈને સવિનય અવજ્ઞા આંદોલનની ઘોષણા કરી છે. એ અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ કહ્યું હતું કે સેના પ્રમુખ જનરલ વેકર-ઉઝ-જમાન બપોરે ત્રણ કલાકની આસપાસ રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમણે દેશવાસીઓને ત્યાં સુધી ધીરજ બનાવી રાખવામાં કહેવામાં આવ્યું છે. દેશમાં ટૂંક સમયમાં એક વચગાળાની સૈન્ય સરકાર બનાવવામાં આવે એવી શક્યતા છે, જેમાં સેનાના લોકોના પ્રતિ પોતાનું સમર્થન બતાવવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આર્મી ચીફે એવા સંકેત આપ્યા હતા કે સેના દેખાવકારોના સમર્થનમાં છે. સેના હંમેશાં લોકોની સાથે ઊભી છે. હસીનાને કેટલોક સમય સેનાને સત્તા સોંપવા માટે મજબૂર કરવામાં આવે એવી શક્યતા છે.
બીજી બાજુ, આ દેખાવોમાં પ્રદર્શનકારીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસ કર્મચારીઓ સહિત 100 લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. દેશભરમાં અનિશ્ચિત સમય માટે કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઢાકા સુધી લોન્ગ માર્ચનું આહવાન કરવામાં આવ્યું છે.