બ્રસેલ્સઃ યુરોપમાં સૌપ્રથમ વાર ડીઝલની કારોની તુલનાએ સેલ્ફ-ચાર્જિંગ હાઇબ્રિડ કારોના વેચાણમાં વધારો થયો છે. યુરોપમાં વેચવામાં આવતી 11 કારોમાંથી એક ઇલેક્ટ્રિક બેટરીથી કારનું વેચાણ થયું છે, એમ યુરોપિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના ડેટા કહે છે. ડેટા મુજબ 8,80,000 વેહિકલ્સનું વેચાણ થયું હતું.
વર્ષ 2021માં પહેલી વાર સેલ્ફ-ચાર્જિંગ કારો કે જે બેટરી અને ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિનથી કારોના વેચાણમાં યુરોપમાં ડીઝલ કારોના વેચાણની સરખામણીએ વધારો થયો છે. એમ એસોસિયેશનના ડેટા કહે છે. સેલ્ફ-ચાર્જિં હાઇબ્રિડ કારોમાં એક ઇન્ટરનલ કોમ્બસ્ટન (આંતરિક દહન) એન્જિન દ્વારા ચાર્જ કરેલી બેટરી હોય છે, જ્યારે ઇલેક્ટ્રિક પાવરથી મર્યાદિત અંતર કાપી શકાય છે. જોકે પ્લગ-ઇન-હાઇબ્રિડ મુખ્યત્વે બહારથી ચાર્જ કરવામાં આવેલી બેટરીથી સંચાલિત હોય છે. અને એને પર્યાવરણને અનુકૂળના રૂપમાં જોઈ શકાય છે, પણ ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિન સમર્થિત હોય છે, જ્યારે બેટરી ઇલેક્ટ્રિક કારો એકલી બેટરી પર ચાલે છે.
એક વર્ષમાં યુરોપમાં કુલ 1,901,239 મિલિયન સેલ્ફ-ચાર્જિંગ હાઇબ્રિડ કારોનું રજિસ્ટ્રેશન થયું હતું, જે 2020માં રજિસ્ટર્ડ થયેલી 1.1 મિલિયન કારોની તુલનાએ મોટો ઉછાળો આવ્યો હતો. વર્ષ 2015માં ડીઝલગેટ કૌભાંડ પછી ડીઝલની કારોમાં ઘટાડો થયો હતો. જે ગયા વર્ષે 2.77 મિલિયનથી એક તૃતીયાંશ ઘટીને 1,901,191 થયું હતું.
વર્ષ 2021માં બેટરી-ઇલેક્ટ્રિટ કારોનું વેચાણ 63.1 ટકા વધીને આશરે 8,78,500 કારોએ પહોંચ્યું હતું, જ્યારે પ્લગ-ઇન હાઇબ્રિડ કારોનું વેચાણ 70.7 ટકા વધીને 8,67,100એ પહોંચ્યું હતું.