કોરિયાઈ દેશોના નેતાઓ વચ્ચે ત્રીજી સમિટ સપ્ટેમ્બરમાં યોજાશે

પ્યોંગયાંગ- દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જેઈ ઈન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે ત્રીજી સમિટ સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં યોજાશે. આ બેઠક ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.આપને જણાવી દઈએ કે, પાનમુનજોમમાં ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી ઐતિહાસિક સમિટમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કિમ જોંગ ઉન સાથે મુલાકાત માટે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જેઈ ઈન પ્યોંગયાંગ જશે.

સોમવારની ઉચ્ચસ્તરીય બેઠક ઉત્તર કોરિયાના વિસ્તારના એક ગામમાં યોજાઈ હતી. ઉત્તર કોરિયાએ ગયા સપ્તાહે આ બેઠકની દરખાસ્ત કરી હતી. દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા યૂનિફિકેશન પ્રધાન ચો મ્યોન ગ્યોને બેઠક પહેલા પત્રકારોને જણાવ્યું કે, ‘અમે પાનમુનજોમ ઘોષણા પર પ્રગતિ અંગે સમીક્ષા કરીશું અને આગામી શું નિર્ણય કરવા તે અંગે પણ ચર્ચા કરીશું’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]