ન્યુ યોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા મંકીપોક્સનું નામ બદલવા માટે લોકો પાસે સૂચનો મગાવ્યાં છે, બીજી બાજુ મંકીપોક્સ સંક્રમિત લોકોને ઘરેલુ પ્રાણીઓથી દૂર રહેવાની ચેતવણી ડોક્ટરોએ આપી છે, કેમ કે મંકીપોક્સ વાઇરસ પ્રાણીઓમાં પ્રસરવાનું જોખમ રહેલું છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને સલાહ આપી હતી કે અમેરિકામાં મંકીપોક્સ પ્રસરી શકે છે, પણ ફ્રાંસમાં ગયા સપ્તાહે મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત રિસર્ચ પેપર મુજબ ઇટાલિયન ગે કપલ મંકીપોક્સ સંક્રમિત થયું હતું. આ કપલ સાથે તેમનો પાળતુ ડોગ પણ મંકીપોક્સ સંક્રમિત માલૂમ પડ્યો હતો.
રિસર્ચ ટીમના મુજબ મંકીપોક્સ સંક્રમિત કૂતરામાં આ પહેલાં અન્ય કોઈ બીમારી નહોતી. આ બંને ગે પુરુષો એક ઘરમાં રહેતા હતા. જ્યારે તેઓ એકમેક સાથે સંબંધ બાંધ્યો હતો, ત્યારે તેમનામાં મંકીપોક્સનાં લક્ષણો જણાયાં હતાં.
સામાન્ય રીતે ઉંદર અને અન્ય જંગલી પ્રાણીઓમાં મંકીપોક્સનું સંક્રમણ જોવા મળ્યું છે, એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં મંકીપોક્સ ફેલાયો હોવાનું અનુમાન છે, પણ સંશોધકોએ મંકીપોક્સ વ્યક્તિમાંથી પાળતુ પ્રાણીઓમાં ફેલાયો હોવાનો પહેલો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેથી ડોક્ટરોએ મંકીપોક્સ સંક્રમિત લોકોથી પાળતુ પ્રાણીઓને 21 દિવસ દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ રિસર્ચ ટીમે કૂતરા અને વ્યક્તિમાંથીમ મંકીપોક્સના વાઇરસના DNA કાઢ્યા અને ટેસ્ટ કર્યા તો માલૂમ પડ્યું હતું કે બંને નમૂનાઓમાં મંકીપોક્સના વાઇરસ હતા. મંકીપોક્સ એપ્રિલથી વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યો છે. જેથી હવે કૂતરામાં મંકીપોક્સના વાઇરસથી –માનવથી કૂતરા દ્વારા આ વાઇરસ ફેલાવવાનું જોખમ વધ્યું છે.