પ્રિયંકા-નિકે ભારતમાં રાહતકાર્યો માટે રૂ.2.87-કરોડ એકત્ર કર્યા

ન્યૂયોર્કઃ ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને લીધે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસ ખૂબ ચિંતીત છે અને તેણે એનાં પતિ નિક જોનસ સાથે મળીને પોતાનાં પિયરનાં દેશમાં રાહત કામગીરીઓમાં મદદરૂપ થવા રૂ.2.87 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે.

પ્રિયંકા અને નિકે આ ભંડોળ ‘ગિવ ઈન્ડિયા’ સંસ્થાના બેનર હેઠળ એકત્ર કર્યું છે. આશરે 7,185 સમર્થકોએ બધું મળીને કુલ રૂ.2.87 કરોડનું દાન આપ્યું છે. સાથી અભિનેત્રી કેટરીના કૈફે પણ આ ભંડોળમાં યોગદાન આપ્યું છે. આ રકમનો ઉપયોગ ભારતમાં કોવિડ-19 રાહત કામગીરીઓ માટે કરવામાં આવશે. પ્રિયંકાએ તેને અને નિકને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરીને યોગદાન આપનાર તમામનો આભાર માન્યો છે. પ્રિયંકાનું લક્ષ્ય રૂ.7.40 કરોડ કે 10 લાખ ડોલર એકત્ર કરવાનું છે.

https://www.instagram.com/p/COQx_PQDsw-/