જાપાન : ૨૦મી એશિયન ગેમ્સનો આઇચી-નાગોયા ખાતે ભવ્ય અને રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે અધિકૃત પ્રારંભ થયો છે. આઇચિ-નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં જાપાનના સમ્રાટ નારુહિતોએ એશિયન ગેમ્સ ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ થાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
માર્ચ ઓફ પાસ્ટ (અથ્લેટ્સ પરેડ) દરમિયાન ભારતીય ટુકડીનું નેતૃત્વ ડબલ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાનેબાજ મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ધ્વજવાહક (Flag-bearers) તરીકે કર્યું હતું. અગાઉ શોટપુટ ચેમ્પિયન તજિંદરપાલ સિંહ તૂરને ધ્વજવાહક તરીકે પસંદ કરાયા હતા, પરંતુ ગેમ્સ કિટ ન મળવાને કારણે છેલ્લી ઘડીએ પવન સેહરાવતને આ જવાબદારી સોંપાઈ હતી.
Asian Games kick off in Nagoya after chaotic build-up. pic.twitter.com/gDSvz3AZuo
— News Arena India (@NewsArenaIndia) September 19, 2026
આ વખતે ૨૦મી એશિયન ગેમ્સમાં ૪૫ દેશોના હજારો રમતવીરો ૪૩ જેટલી વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી ૫૦૦ જેટલા એથ્લેટ્સ ૩૫થી વધુ રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવશે. ૨૦૨૩ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ૨૮ ગોલ્ડ સહિત કુલ ૧૦૭ મેડલ જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું, અને આ વખતે પણ ભારતીય ટુકડી પાસેથી વધુ મેડલ્સની આશા રાખવામાં આવી રહી છે.




