ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલના દિવસોમાં આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે પાકિસ્તાનીઓ ભોજન, રાંધણ ગેસ અને તેલથી ઝઝૂમી રહ્યા છે. પડોશી દેશમાં એલપીજી રાંધણ ગેસની કિંમત સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગઈ છે. સતત વધતી મોંઘવારીને કારણે લોકો પ્લાસ્ટિકની થેલીઓમાં રાંધણ ગેસ વેચવા અને ખરીદવા મજબૂર કરી દીધા છે. હા, પાકિસ્તાનમાં પ્લાસ્ટિકની થેલીઓમાં રાંધણ ગેસ વેચવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનના સૌથી વધુ ગેસ ઉત્પાદક પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં પરેશાન લોકો થેલીઓમાં રાંધણ ગેસ ભરીને રસોઈ બનાવી રહ્યા છે. આ પ્રાંતમાં ગેસ સિલિન્ડર સામાન્ય લોકોની પહોંચની બહાર છે. નિષ્ણાતો એને હાલતો-ચાલતો બોમ્બ બતાવી રહ્યા છે.સોશિયલ મિડિયા પર વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની લોકો સિલિન્ડરને બદલે પ્લાસ્ટિકની થેલીઓમાં રાંધણ ગેસ ભરાવવા મજબૂર છે. ડીલરોને સપ્લાય ઓછો કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરોના સ્ટોકમાં ભારે ઘટાડો નોંધાયો છે. પખ્તૂન્ખવામાં લોકોને 2007થી ગેસ કનેક્શન નથી આપવામાં આવ્યાં, જ્યારે હંગુ શહેરમાં લોકો છેલ્લા બે વર્ષોથી ગેસ કનેક્શનથી વંચિત છે.પાકિસ્તાની મિડિયાના અહેવાલો મુજબ આ જિલ્લાઓમાં લોકો LPG ગેસ સિલિન્ડરને બદલે પ્લાસ્ટિકની નાની-નાની થેલીઓમાં થોડો રાંધણ ગેસ ભરીને એનાથી રસોઈ બનાવવા માટે મજબૂર છે.
પાકિસ્તાની સરકારે સબસિડી ઓછી કરવા માટે ઘઉંનો લોટસ સાકર અને ઘીની કિંમતોમાં 25 ટકાથી 62 ટકાનો ભારે વધારો કર્યો છે. આ નવા દરોથી પાકિસ્તાની લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે.