પાકિસ્તાની પાયલટોને રાફેલની ટ્રેનિંગ? ખબર પર ફ્રાંસે આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ ફ્રાંસના રાજદૂત એલેક્ઝેન્ડર જીગલરે તે સમાચારોને ખોટા ગણાવ્યાં જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની પાયલટોના એક ગ્રુપને રાફેલ લડાકૂ જેટ વિમાનો ઉડાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. દાવો હતો કે કતર વાયુસેના દ્વારા ખરીદવામાં આવી રહેલા રાફેલ લડાકૂ વિમાન પર આ પ્રશિક્ષણ તેમણે લીધું. અમેરિકાના વિમાનન ઉદ્યોગની વેબસાઈટ એઆઈએનઓનલાઈન ડોટ કોમે સમાચાર આપ્યાં હતાં કે 2017માં કતાર સાથે જોડાયેલા રાફેલ લડાકૂ જેટ વિમાનો પર પાયલટોના જે ગ્રુપને પ્રશિક્ષણ આપવામાં આવ્યું તે આદાનપ્રદાન કાર્યક્રમ અંતર્ગત આવેલા પાકિસ્તાની અધિકારી હતાં. જીગલરે ટ્વિટ કર્યું કે હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે આ સમાચારો ખોટા છે.

ફ્રાંસના રાજનયિક સુત્રોએ જણાવ્યું કે કોઈપણ પાકિસ્તાની પાયલટને ફ્રાંસમાં રાફેલ જેટ ઉડાવવાનું પ્રશિક્ષણ આપવામાં નથી આવ્યું. અમેરિકાની વેબસાઈટના આ સમાચારો મામલે ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાન ચિંતામાં આવી ગયું હતું. આ સમાચારો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ફ્રાંસથી મોદી સરકાર દ્વારા રાફેલ વિમાનોની ખરીદીને લઈને રાજનૈતિક આરોપ-પ્રત્યારોપ વધી રહ્યો છે. ભારત 58,000 કરોડ રુપિયામાં ફ્રાંસ પાસેથી 36 રાફેલ લડાકૂ વિમાન ખરીદી રહ્યા છે. કોંગ્રેસ આ સોદામાં મોટા પાયે અનિયમિતતા વરતવાનો આરોપ લગાવી રહી છે જ્યારે સરકારે આ આરોપોનું ખંડન કર્યું છે.

બુધવારના રોજ જ સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે લીક દસ્તાવેજોને આધાર બનાવવાની અનુમતી આપી દીધી અને તે દસ્તાવેજો પર વિશેષાધિકાર હોવાની કેન્દ્રની પ્રારંભિક આપત્તિઓને રદ્દ કરી દીધી. કેન્દ્રએ કહ્યું હતું કે ત્રણ વિશેષાધિકાર વાળા દસ્તાવેજ અનઅધિકૃત રીતે રક્ષા મંત્રાલયથી પ્રાપ્ત કરવામાં આવ્યા અને અરજીકર્તાઓએ ઉચ્ચ ન્યાયાલયના 14 ડિસેમ્બર 2018 ના રોજ આવેલા નિર્ણય વિરુદ્ધ પોતાની પુનર્વિચાર અરજીઓના સમર્થનમાં આનો ઉપયોગ કર્યો. કોર્ટે પોતાના તે નિર્ણયમાં ફ્રાંસથી 36 રાફેલ વિમાનોની ખરીદીને પડકાર આપનારી તમામ અરજીઓને ફગાવી દીધી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]