નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન સમજૂતીના થોડા કલાકો બાદ જ પાકિસ્તાને કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના દ્વિપક્ષીય મુદ્દાઓના સમાધાન માટે અમેરિકાને તેમાં સમાવિષ્ટ કરવાની જરુર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અફઘાનિસ્તાન અને ઈસ્લામાબાદ સાથે કોઈપણ સમજૂતી અમેરિકાને સમાવિષ્ટ કર્યા વગર દ્વિપક્ષીય સંબંધોના આધાર પર કરવી જોઈએ. તેમણે કહ્યું કે, બંન્ને દેશો વચ્ચેના સંબંધો માટે અમેરિકી મધ્યસ્થતાની કોઈ જરુર નથી. ઉલ્લેખનીય છે કે, શાંતિ સમજૂતી બાદ પાકિસ્તાનના આ હવાતિયા ક્યાંક ને ક્યાં તેની અમેરિકા પ્રત્યેની નારાજગી દર્શાવે છે.
હકીકતમાં પાકિસ્તાને દોહા જાહેરાત પત્રના એક ખંડ પર પોતાની પ્રત્યક્ષ નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાતના ખંડમાંથી એકમાં એવું લખ્યું છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વિચાર-વિમર્શ કરવાની વ્યવસ્થા માટે કામ કરતું રહેશે, જેથી એક-બીજા દેશની સુરક્ષા સંકટમાં ન પડે. ઉલ્લેકનીય છે કે, કાબૂલની સરકાર પાકિસ્તાન પર એ આરોપ લગાવતી રહી છે કે તાલિબાન પાકિસ્તાનમાં સરકારી શરણ મેળવતા રહ્યા છે. આને લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરકારમાં ખટપટ પણ ચાલી રહી છે. એટલા માટે દોહા સમજૂતિમાં ઉલ્લેખની જરુર હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાનને સીધી વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, અમેરિકાતો અફઘાનિસ્તાનને પૂર્ણ રીતે નિકાળવાની યોજના બનાવી રહ્યું છે પરંતુ અમે લોકો પાડોશી દેશ તો સદાય રહીશું. તેમણે કહ્યું કે, જો મારી પાસે અફઘાનિસ્તાનની સાથે કોઈ મુદ્દો છે તે હું વોશિંગ્ટનને એક ભૂમિકા નિભાવવા માટે નહી કહું.