આર્ટિકલ 370 પર કેવી રીતે સરેન્ડર કરી ચૂક્યું છે પાકિસ્તાન? આ રહ્યો ક્રમ…

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ દરજ્જો ખતમ થતા પહેલા જ પાકિસ્તાન બેચેન દેખાઈ રહ્યું છે પરંતુ સત્ય એ છે કે તેની પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. દશકો સુધી કાશ્મીરનો રાગ આલાપનારું પાકિસ્તાન બહુ પહેલા જ ભારત સામે ઘૂંટણીયા ટેકવી ચૂક્યું છે.

5 ઓગસ્ટના રોજ જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મૂ-કાશ્મીરના વિશેષાધિકારો સાથે જોડાયેલા આર્ટિકલ 370 ને ખતમ કર્યો તો પાકિસ્તાની સેના ઈનકાર કરતી રહી કે આ નિર્ણયની તેના પર કોઈ અસર નથી પડવાની. કોર્પ્સ કમાન્ડરોની બેઠક પૂર્ણ થયા બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે આર્મી પ્રમુખ કમર જાવેદ બાજવાના હવાલાથી લખ્યું કે, દશકો પહેલા આર્ટિકલ-370 અને 35-એ દ્વારા જમ્મૂ-કાશ્મીરના અધિગ્રહણને ગેરકાયદેસર બનાવવાના ભારતના પ્રયત્નોને પાકિસ્તાને ક્યારેય માન્યતા આપી નથી, હવે ભારતે પોતે જ આને હટાવી દીધું છે.

સેનાના હાથની કઠપુતળી બની ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ખૂબ લાંબા સમય સુધી ભારત સરકારના નિર્ણય પર મૌન ગ્રહણ કરી લીધું. ઈમરાન ખાને એપ્રીલ મહિનામાં સૈન્યના નેતૃત્વની અંદર દબાયેલી અપેક્ષાઓના અનુરુપ કહ્યું હતું કે મોદી બીજીવાર સત્તામાં આવ્યા પર કાશ્મીર સમાધાન થઈ શકે છે. વર્ષ 2016માં કાશ્મીરી પત્રકારોને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને ત્યાં સુધી કહ્યું હતું કે કાશ્મીરનું સમાધાન તેને ત્રણ ભાગોમાં વહેંચવાથી થઈ શકે છે.

આ જ કારણ છે કે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન સરકારની પ્રતિક્રિયા મીડિયાની જેમ આક્રામક ન રહી. ઈમરાન ખાનની સરકાર પોતાની જનતાને ખુશ કરવા માટે ઉપરછલ્લા પગલા ભરી રહી છે પરંતુ હકીકત તેને પણ ખબર છે. પાકિસ્તાનનું વલણ બસ એ જ સત્યની પુષ્ટી કરે છે કે કાશ્મીર પર ખેલવા માટે તેની પાસે કોઈ કાર્ડ બચ્યું નથી.

ઘણા કૂટનીતિક સુત્રોનું કહેવું છે કે ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વને નવી દિલ્હીના અનુચ્છેદ 370 હટાવવાની યોજના મામલે ખ્યાલ હતો, જો કે મોદી સરકાર ક્યારે આ પગલું ભરશે, તે મામલે કોઈને કોઈ અંદાજો નહોતો. વિશ્લેષકોનું માનીએ તો ઈમરાન ખાનના અમેરિકી પ્રવાસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાના પ્રસ્તાવ બાદ જ મોદી સરકારે આ મોટું પગલું ભરી લીધું.

પાકિસ્તાને 1947, 1965 અને 1999 માં સતત કાશ્મીર પર સૈન્ય કબ્જો કરવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા. કાશ્મીરને પ્રાપ્ત કરવામાં સતત નિષ્ફળતાઓની સ્ટોરી લખનારા પાકિસ્તાની સૈન્ય નેતૃત્વએ 1971 માં બાંગ્લાદેશને પણ ગુમાવી દીધું. પાકિસ્તાની સેના હંમેશા ઘરેલુ રાજનીતિમાં દખલ કરતી રહી. 1971 ની ચૂંટણીમાં સેનાએ જ્યારે દખલઅંદાજી કરી તો પૂર્વી પાકિસ્તાની અલગ થઈને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું, આ વખતે પણ પાકિસ્તાનની સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં સેનાના હસ્તક્ષેપ બાદ કાશ્મીર પર ભારતનો મોટો નિર્ણય આવ્યો.

પાકિસ્તાની સેના કાશ્મીરી સંઘર્ષનો દુરુપયોગ પોતાના જેહાદી સંપત્તિને વધારવામાં કરતી રહી જેના કારણે તેની ઘરેલૂ અને ક્ષેત્રીય મહત્વકાંક્ષાઓ પૂરી થતી હતી. કાશ્મીર દ્વારા જ સેનાના રાષ્ટ્રીય ખજાના પર વર્ચસ્વ બન્યું રહ્યું. 1971માં બાંગ્લાદેશના નિર્માણ બાદ પાકિસ્તાની સેનાને જ્યારે પોતાની કમજોરીનો અહેસાસ થયો તો તેણે પોતાની રણનીતિક મજબૂતી વધારવા માટે જેહાદનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું.

કાબુલમાં ભારતના વધતા પ્રભાવને લઈને પાકિસ્તાનને ચિંતા સતાવવા લાગી હતી ત્યારબાદ તેણે અફઘાનિસ્તાન, કાશ્મીરમાં મુજાહિદ્દીનને લગાવી દીધું. સોવિયતને પહોંચી વળવા માટે યૂએસે પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું. આગળ જતા તઅફઘાનિસ્તાનમાં ઈસ્લામાબાદ સમર્થિત તાલિબાનના સામ્રાજ્યનો જન્મ થયો અને 1990માં કાશ્મીરી અલગાવવાદી આંદોલનનું ઈસ્લામીકરણ કરવામાં આવ્યું.

કાશ્મીર અને અફઘાનિસ્તાનને એક કટ્ટરપંથી ઈસ્લામિક છત નીચે લાવીને પાકિસ્તાની સેના બે મહત્વપૂર્ણ ભૂ-રણનીતિક ક્ષેત્રોને જોડી રાખવામાં સફળ થઈ અને રાવલપિંડી સેના હેડક્વાર્ટર લાંબા સમય સુધી આ જેહાદી કોરિડોર પર પોતાનું વર્ચસ્વ બનાવી રાખવામાં સફળ રહ્યું.

9/11 ના હુમલા બાદ યૂએસે પાક.ના જનરલ પરવેઝ મુશર્રફને આતંક વિરુદ્ધ યુદ્ધમાં સહયોગી બનીને જેહાદનું નામોનિશાન હટાવવા માટે મજબૂર કર્યા. ત્યારબાદ સારા તાલિબાન અને ખરાબ તાલિબાનની પરિભાષા બનાવી દેવામાં આવી જે અંતર્ગત પાકિસ્તાનની મદદથી લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મહોમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોએ ભારત વિરુદ્ધ જેહાદી જંગ ચાલુ રાખી. પાકિસ્તાનનો જેહાદી ખેલ 2008 મુંબઈ હુમલામાં સામે આવ્યો. મુંબઈ હુમલા બાદ દુનિયાની સામે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનું વલણ છતું થઈ ગયું.

14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મહોમ્મદે લીધી જેનાથી ભારત-પાકિસ્તાન વચ્ચે એકવાર ફરીથી યુદ્ધ જેવી સ્થિતીનું સર્જન થયું. આ હુમલાથી એકવાર ફરીથી કાશ્મીર જેહાદનું નવું રુપ સામે આવ્યું. કાશ્મીરમાં આઝાદી અને સ્વાયત્તાનું ગાણુ ગાનારા પાકિસ્તાને પીઓકેમાં પોતે કોઈ એવી મિસાલ રજૂ ન કરી અને પોતાની ઓટોક્રેસી બનાવેલી જ રાખી. પીઓકેમાં માનવાધિકારના ઉલ્લંઘનને લઈને ભારે અસંતોષ દેખાતો રહ્યો છે, જ્યાં સાહિત્ય પર પ્રતિબંધ છે અને પત્રકારોનું અપહરણ સામાન્ય વાત છે. ત્યાં સુધી કે વૈશ્વિક આતંકી જાહેર થયેલા સૈય્યદ સલાહુદ્દીન મુઝફ્ફરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલેઆમ ધમકીઓ આપી શકે છે.

ગિલગિટ-બાલટિસ્તાનમાં પણ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ તમામ આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે. ઈસ્લામાબાદ આર્ટિકલ 370 ને દૂર કરવા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે, જ્યારબાદ ભારતીય અન્ય પ્રદેશોની જેમ જ જમ્મૂ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. મહત્વપૂર્ણ વાત એ છે કે 62 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર વિવાદિત ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાંથી પસાર થાય છે. આ બેજિંગનો સીપીઈસીથી વિવાદિત ક્ષેત્રનું ટેગ હટાવવાનું દબાણ નહોતું જેના કારણે ઈસ્લામાબાદમાં ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાના પાંચમાં પ્રાંત કરીકે શામિલ કરવાના પ્રયત્નો શરુ થઈ ગયા હતા.

આમ છતા ચીને મે મહીનામાં સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા વિરુદ્ધ પોતાનો વીટો દૂર કરતા પાકિસ્તાનના કાશ્મીર પર સ્ટેન્ડને પૂર્ણ રીતે દરકિનાર કરી દીધું હતું. કાશ્મીરી સંઘર્ષને પેલેસ્ટાઈન સાથે જોડીને તેને ઈસ્લામની દ્રષ્ટીએ દેખાડવાના પાકિસ્તાનના તમામ પ્રયત્નો છતા પણ મુસ્લિમ દુનિયા પણ તેની સાથે ઉભી નથી રહી.  

જ્યારે ઈસ્લામાબાદમાં ફેબ્રુઆરી મહીનામાં નવી દિલ્હી સાથે હવાઈ યુદ્ધમાં ભારત વ્યસ્ત હતું, તે સમયે ઈસ્લામિક સહયોગ સંગઠન ભારતને અબૂ ધાબીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રીત કરી રહ્યું હતું. કાશ્મીર પર પાકિસ્તાનનો ઈસ્લામિક દાવો જ ભારતમાં હિંદુત્વ વિચારધારાની તેની ટીકાનો દમ નિકાળી દે છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાના સર્વાધિકારને દર્શાવતી સરકાર કાશ્મીરમાં આખરે કયા મોઢે સ્વાયત્તતાની માંગ કરી શકે છે. પોતાના દેશના તમામ કામકાજો અને સંસાધનોમાં પ્રભુત્વ રાખનારી પાકિસ્તાની સેના ભારતના મામલે કેવી રીતે અલોકતાંત્રિક અને એકતરફી પગલું ભરવાનો આરોપ લગાવી શકે છે. આ સીધો-સાદો તર્ક પાકિસ્તાનના કાશ્મીર પરના તમામ દાવાઓની હવા કાઢી નાંખે છે.કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની કૂટનીતિક અણસમજનું જ પરિણામ છે કે તે વારંવાર 1972ની શિમલા સમજૂતીનું ઉલ્લંઘન કરતા આંતરરાષ્ટ્રીય મદદ માંગવા પહોંચી જાય છે જેના અંતર્ગત દ્વિપક્ષીય સ્તર પર જ વિવાદ સુલઝાવવાની વાત નક્કી થઈ હતી. પાકિસ્તાન ઘણીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 1948 ના રિઝોલ્યુશનનો પણ ઉલ્લેખ કરે છે, જ્યારે તેને એ સહેસાસ નથી કે આ જ પ્રસ્તાવ અંતર્ગત પીઓકેથી પાકિસ્તાની સેના હટાવવાની શરત પણ શામિલ છે.

પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ માટે એક કડવું સત્ય એ છે કે અરબ દુનિયા 1970 ની જેમ જ તેલની મોટી કમાણીનો આનંદ નથી લઈ શકતી અને ન તો કોઈ દેશની દક્ષિણ એશિયાઈ જેહાદમાં રોકાણ કરવામાં રુચી છે. આ સીવાય, પાકિસ્તાન પોતે આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યું છે એટલે કે ભારત સાથે કાશ્મીર અથવા કોઈપણ અન્ય મુદ્દા પર યુદ્ધ લડવા માટે પાકિસ્તાન પાસે સંસાધનનો અભાવ છે.

ત્યારે આવામાં ઈસ્લામાબાદ ફરીથી યૂએસ અને આંતરરાષ્ટ્રી મુદ્રા કોષ પાસેથી મદદ માંગી શકે છે અને દશકો જૂની અફઘાનિસ્તાન-કાશ્મીરને જોડીને બ્લેકમેલિંગની પોતાની જૂની ભૂલ રીપિટ કરવા તરફ આગળ વધી શકે છે.