રિલાયન્સ AGM: 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio ગીગાફાઈબર, ટેરિફ…

મુંબઈ- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42 વાર્ષિક સામાન્ય મીટિંગ (AGM)માં કંપનીની ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાતો કરી હતી. જેમાં દેશને અત્યારસુધીનું સૌથી મોટુ વિદેશી રોકાણ મળવાની જાહેરાત કરવામાં આવી છે.  મુકેશ અંબાણીએ જણાવ્યું કે, આ રોકાણ સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય ઓઈલ કંપની સાઉદી આરમકો પાસે મળવાનું છે. સાઉદી અરામકો રિલાયન્સ RILના O2C (ઓઈલ ટુ કેમિકલ) બિજનેસમાં 20 ટકા સ્ટેક ખરીદશે, જેની એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 75 અબજ ડોલર છે.

18 મહિનામાં દેવા મુક્ત બનશે રિલાયન્સ:

સાઉદી આર્મકોની સાથેની ડીલ થકી જે નાણાં મળશે તેનો ઉપયોગ દેવાની ચુકવણીમાં કરાશે. અંબાણીએ નવું સૂત્ર આપ્યું : A Better India for Every Indian . ક્લાઉડ કારોબારમાં પદાર્પણ કરવા માટે રિલાયન્સ જિઓ હવે વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ સાથે કરાર કરશે. જિઓ અને માઈક્રોસોફ્ટ સાથે મળીને ભારતમાં જ ક્લાઉડ ડેટા સેન્ટર સ્થાપશે. જિઓ દેશમાં બ્લોકચેઈન ટેક્નોલોજી સ્થાપશે.

જિઓ પ્રીમિયમ ગ્રાહકોને મળશે અનોખી સુવિધા

ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા મળૅશે જિઓ પર જિઓના પ્રીમિયમ ગ્રાહકોને મૂવી રીલિઝ થયાના પ્રથમ દિવસે જ જોવા મળશે ફિલ્મ. જિઓ ફાઈબરના વાર્ષિક પ્લાન સાથે જિઓ ટીવી અને જિઓ સેટટોપ બોક્સ ફ્રી મળશે.

જિઓ ફાઈબરના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત

જિઓ સેવા શરુ થવાના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર આગામી 5મી સપ્ટેમ્બરે જિઓ ગીગાફાઈબર લોન્ચ થશે. જિઓ ફાઈબર માટે 5 કરોડ રજિસ્ટ્રેશન મળ્યાં છે. ભારતના 50 લાખ ઘરોમાં Jio ગીગાફાઈબર પહોંચી ચૂક્યું છે. 2.5 કરોડ કારોબારીઓને આવરી લેવાનું લક્ષ્ય 1 જ વર્ષમાં જિઓ ગીગાફાઈબર સમગ્ર ભારતમાં પથરાઈ જશે. ગીગાફાઈબરનું પ્રભુત્વ વધારવા માટે જ હેથવે, ડેન અને GTPLનું હસ્તાંતરણ કરાયું હતું.

જિઓ ગીગાફાઈબરના પ્લાન

  • મુકેશ અંબાણીએ કહ્યું કે, રૂ.700થી લઈને 10,000 સુધીના પ્લાન હશે.
  • ગીગાફાઈબરમાં 1 જીબી પ્રતિ સેકન્ડ(1 GBPS)ની સ્પીડ હશે.
  • ગીગાફાઈબરમાં ભારતભરમાં અનલિમિટેડ કોલિંગની સેવા મળશે.
  • ફાઈબરમાં US અથવા કેનેડામાં રૂ. 500 રૂપિયા પ્રતિ મહિનામાં અનલિમિટેડ કોલિંગની સેવા આપશે.

જિઓ અંગેની જાહેરાત :

  • દર મહિને રિલાયન્સ જિઓમાં 1 કરોડ ગ્રાહક જોડાઈ રહ્યાં છે.
  • જિઓ ભારતની પ્રથમ નંબરની ટેલિકોમ કંપની જ્યારે વિશ્વની દ્વિતીય નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની
  • જિઓને પૂર્ણ થશે 3 વર્ષ, મહત્તમ રોકાણ સમાપ્ત થયું
  • જિઓનું વાયરલેસ નેટવર્ક 4Gથી પણ હાઈસ્પીડે આગળ વધી રહ્યું છે
  • ખૂબ જ ઓછા ખર્ચે આપણે 5Gમાં અપગ્રેડ કરી શકીશું

MSME –  સ્ટાર્ટઅપ  માટે કરી મહત્વની જાહેરાત

  • MSME સેક્ટર જિઓ કનેક્ટિવિટી અને એપ્લિકેશનનો રૂ.1500 પ્રતિમાસના દરે ઉપયોગ કરી શકશે. 
  • સ્ટાર્ટઅપ માટે 1 જાન્યુઆરી, 2021થી સ્પેશિઅલ કનેક્ટિવિટી સર્વિસ શરુ કરાશે 
  • જિયો IOT શરૂ કરશે, 1લી જાન્યુઆરી, 2020થી જિયો આપશે IOT સર્વિસ
  • 1 અરબ ઘરમાં IOT પહોંચાડવાનું લક્ષ્ય
  • આ સેવા પણ ટૂંક સમયમાં જ શરુ કરશે નવા આયામ: મુકેશ અંબાણી
  • જિઓ દર મહીને એક કરોડ ગ્રાહકોને જોડી રહી છે

 

મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલર કંપનીથી ચાર ગણી મોટી છે. અમને આશા છે કે 2030 સુધી ભારત 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીવાળો દેશ હશે.

આ વર્ષે 5 સપ્ટેમ્બરે જિઓને 3 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. કંપનીને શરૂ કરવાનું વિઝન ડિજિટલ લાઈફ કનેક્ટિવિટી હતી. જિઓએ ભારતને ડેટા શાઈનિંગ બ્રાઈટ બનાવ્યું. જિઓ સાથે દર મહિને એક કરોડ ગ્રાહકો જોડાઈ રહ્યાં છે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. જિઓ રેવન્યુના 4 નવા ગ્રોથ એન્જિન- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઈઝિઝ સર્વિસ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ પર ફોકસ કરશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી ઉપલબ્ધ થશે.

આકર્ષક….

ફ્રીમાં મળશે HD ટીવીઃ રીલાયન્સ જિઓ ગીગા ફાઈબરનું વાર્ષિક પેકેજ લેનારા ગ્રાહકોને 4D/4K એલઈડી ટેલિવિઝન સેટ અને 4K સેટઅપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે.

700 રૂપિયા બોક્સમાં સાથે શું શું મળશેઃ 700 રૂપિયાના સૌથી નાના પેકમાં યુઝર્સને લાઈફ ટાઈમ ફ્રી વૉઈસ કૉલ, હાઈસ્પીડ ઈન્ટરનેટ, ફ્રી એચડી ટીવી અને સેટએપ બોક્સ મળશે. યુઝર્સને ફકત ડેટાના પૈસા આપવા પડશે. વૉઈસ કૉલ કાયમી ધોરણે ફ્રી રહેશે.

સેટ ટોપ બોક્સથી વિડિયો કૉલીંગઃ જિઓ ગીગા ફાઈબર યુઝર્સે જે સેટ ટોપ બોક્સ મળશે, તેનાથી તે વિડિયો કોન્ફર્સિંગ કૉલ કરી શકશે. યુઝર્સ આ સેટ ટોપ બોક્સમાં એક વારમાં વધુમાં વધુ ચાર લોકોની સાથે વિડિયો કોન્ફર્સિંગ દ્વારા કનેક્ટ થઈ શકે છે. વિડિયો કોન્ફર્સિંગ ટીવીની સાથે મોબાઈલ અને ટેબલેટથી પણ કરી શકશે.

નવી ફિલ્મોનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોઃમૂકેશ અંબાણીએ કહ્યું છે કે જિઓ ગીગાફાઈબર પર નવી ફિલ્મો પણ રીલીઝ થશે. એટલે કે યુઝ્સ ફિલ્મના ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો ઘેર બેઠા જોઈ શકશે. મૂકેશ અંબાણીએ જણાવ્યું કે આ સુવિધા વર્ષ 2020ની વચ્ચે શરૂ થઈ જશે. ઘેર બેઠા પિક્ચર હૉલમાં મઝા કરાવતી મિકસ્ટ રીયલ્ટી ડિવાઈસ પણ લોન્ચ કરાઈ છે. આ ડિવાઈસમાં બીજા અનેક ફીચર્સ પણ હશે.

આકાશ અને ઈશા અંબાણીએ મિક્સ રીયલ્ટી ડિવાઈસ રજૂ કરી હતી. તેને કંપનીની એમઆર લેબમાં ડિઝાઈન કરાઈ છે. મિક્સ રીયલ્ટી એન્ટરટેઈમેન્ટનો અનુભવ વધુ સારો બનાવશે. જિઓના મિક્સ રીયલ્ટીના નામે જિઓ હોલોબોર્ડ સાથે ઝડપથી માર્કેટમાં વેચાણ માટે મુકાશે. તેને લગાવીને તમે થિયેચરના જેવી મઝા માણી શકશો. મિકસ્ટ રીયલ્ટીનો ઉપયોગ વર્ચ્યુલ શોપિંગ અને એજ્યુકેશન માટે પણ કરાશે. વર્ચ્યુલ શોપિંગનો અર્થ થાય છે કે તમે ઑનલાઈન શોપિંગ દરમિયાન આપ કપડાંને વર્ચ્યુલી તમે પહેરી શકો છો, જે તમને કેવા લાગે છે તે જોઇ ખરીદી માટે નક્કી કરી શકાય.