કાશ્મીર-બાબતે UAEએ મોદીની પ્રશંસા કરતાં પાકિસ્તાન નારાજ

અબુધાબીઃ ભારતમાં જમ્મુ-કાશ્મીરના નવજુવાનોએ મોદી સરકારની વિકાસ યોજનાઓને લઈ સકારાત્મક વલણ બતાવ્યું છે તેઓ નવા ભારતની પ્રગતિનો હિસ્સો બનવા ઇચ્છે છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા પછી ભારત સરકારે આ ક્ષેત્રના વિકાસ માટે કેટલીય યોજનાઓ શરૂ કરી છે. ક્ષેત્રીય યુવકોએ આ યોજનાઓ માટે સકારાત્મક વલણ દાખવ્યું છે, એમ સાઉદી ગેઝેટ ન્યૂઝપેપરે લખ્યું છે. જોકે UAEએ મોદી સરકારની પ્રશંસા કરતાં પાકિસ્તાનને આ બબાતે મરચાં લાગશે. એ નારાજ થશે.

પાંચ ઓગસ્ટ, 2019 પછી જે સ્થાનિક આતંકીઓએ હથિયાર મૂક્યા છે, તેમને દેશની મુખ્ય ધારામાં સામેલ થવાની તક આપવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લેવાથી સ્થાનિક નેતાઓ એમ કહેતા હતા કે કાશ્મીરમાં તિરંગો ઉઠાવવાવાળું કોઈ નહીં બચે- એમ કહેનારા ખોટા સાબિત થયા છે. આજે ગુલમર્ગ જઈને જોઈ શકાય છે કે કેટલાય નવ યુવાનો તિરંગો ઉઠાવીને ચાલી રહ્યા છે. યુવાનોને પ્રેરણા આપવા માટે સરકાર રાજ્યોમાં રમતોને પણ પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં જ ગુલમર્ગમાં વિન્ટર રમતોની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રમતોના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધિત કરતાં કહ્યું હતું કે આ પ્રકારના આયોજનનો હેતુ આંતરરાષ્ટ્રીય વિન્ટર રમતોમાં ભારતની હાજરીને સુનિશ્ચિત કરવાનું છે. તેમણે જમ્મુ-કાશ્મીરને વિન્ટર રમતોનું હબ બનાવવામની જાહેરાત પણ કરી હતી.  

કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ છાત્રવૃત્તિ યોજના શરૂ કરવાથી કાશ્મીરમાં કેટલાય ગરીબ બાળકોને દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશની રાહ સરળ થઈ છે. આ વિદ્યાર્થીઓ શિક્ષણ તો પૂરું કરી જ શક્યા છે અને તેમને કોર્પોરેટ ગૃહોમાં સારી નોકરી મેળવવામાં સફળ પણ થયા છે. આ રાજ્યમાં વિશેષ દરજ્જો ખતમ કરીને રાષ્ટ્રની મુખ્ય ધારામાં સામેલ કરવાનો નિર્ણય લાભદાયી થઈ રહ્યો છે. કાશ્મીર ખીણમાં જે સૌથી મોટું પરિવર્તન નજરે ચઢી રહ્યું છે, એ પથ્થરબાજોની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થયો છે.