નવી દિલ્હીઃ કોરોના કાળ આવ્યા પછી દરેક ચીજવસ્તુઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. જેથી સાયબર ધમકીઓ પણ દિવસે ને દિવસે વધતી જાય છે, પણ જ્યારથી ઓનલાઇન સ્કૂલિંગ આવ્યું છે, ત્યારથી સંખ્યાબંધ બાળકો તેમનો સમય પસાર કરવા ગેમને રવાડે ચઢ્યા હતા. આવા સમયે માતા-પિતાએ તેમનાં બાળકોને સાયબર સુરક્ષા વિશે સમજ આપવી ખૂબ જરૂરી છે.
આવામાં હજારો પ્રકારથી હેકર અથવા વેબસાઇટ્સ તમને કે તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આવાં સાઇબર જોખમોના કેટલાંક સામાન્ય ઉદાહરણો નીચે મુજબ છે.
સાઇબર બુલિંગઃ બાળકોને અન્ય ખેલાડીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડે છે. ઓનલાઇન ગેમિંગમાં ફેક અવતાર્સ અને નકલી નામોની પાછળ હેકર્સો છુપાઈ જાય છે.
કોમ્પ્યુટર વાઇરસઃ કેટલીક લિન્ક્સ અથવા વેબસાઇટ્સ કોમ્પ્યુટરને વાઇરસથી અને તમારી સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.
રેનસમવેરઃ ઓનલાઇન ગેમમાં આ સામાન્ય છે. એ સિસ્ટમને નુકસાન પહોંચાડવા સાથે હેક થયા પછી હેકર્સની માગને પૂરી થયા પછી જ તમારી સિસ્ટમ પરત મેળવી શકાય છે.
ફિશિંગઃ કેટલીક ઓનલાઇન ગેમ્સ તમારા ડેટા અને પર્સનલ વિગતો ચોરી લે છે અને પછી તમારા બેન્ક ખાતાની વિગતો ઉપયોગ કરીને નાણાંની ચોરી કરી શકે છે અથવા ડેટાની ધમકી આપી શકે છે.
સાયબર સુરક્ષાનાં પગલાંમાતાપિતા કોમ્પ્યુટર, મોબાઇલનો પાસવર્ડ બાળકો સાથે શેર ના કરે અને માત્ર અનુકૂળ વેબસાઇટ્સ અને પ્રોગ્રામ જ ચાલુ કરવાની મંજૂરી આપે.
કાઉન્સિલઃ બાળકોને સાયબર જોખમો વિશે તમારા બાળકને સમજાવો અને તેમને તેમને સુરક્ષિત પગલાંની માહિતી આપો.
સમયાંતરે તમારા બાળકોને ઓનલાઇન ગેમ્સ રમતી વખતે તકેદારી રાખો અને સમીક્ષા કરતા રહો.