રશિયા-યુદ્ધના એક વર્ષ થતાં એફિલ ટાવર યુક્રેનના ધ્વજના રંગથી સજાવાયો

પેરિસઃ યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થતાં એફિલ ટાવરને યુક્રેનના ધ્વજની બ્લુ અને યલો લાઇટથી ઝળાંહળાં કરવામાં આવ્યો હતો. આ સાથે લંડનમાં યુક્રેનના ધ્વજમાં લપેટાયેલા લોકો એક ચોક પર એકત્ર થયા હતા. લોકોએ યુક્રેનનો ધ્વજ અને બેનર પકડીને દેખાવો કર્યા હતા. તેમણે પુટિનને (કચરા) પેટીમાં રાખો એવાં બેનર દર્શાવ્યાં હતાં.  રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022એ ભૂમિ, એર અને સમુદ્ર માર્ગેથી યુક્રેન પર આક્રમણ કર્યું હતું, જે બીજા વિશ્વ યુદ્ધ પછી એક દેશ દ્વારા બીજા દેશ પર સૌથી મોટો હુમલો હતો. રશિયાએ આ હુમલાને એક ખાસ ઝુંબેશ કહી હતી, જ્યારે યુક્રેને એને જમીન હડપવાનું કૃત્ય ગણાવ્યું હતું.

પેરિસના મેયર એની હિડાલ્ગોએ યુક્રેનની સાથે એકજૂટતા બતાવવા માટે એફિલ ટાવરને યુક્રેનના ધ્વજના રંગથી ઝગમગાવતાં પહેલાં એક ભાષણમાં કહ્યું હતું કે આ યુદ્ધ પછી એક જીવન હશે, કેમ કે યુક્રેન જીતી જશે. મને લાગે છે કે કે કોઈ પણ સ્વતંત્રતા માટે યુરોપ નહીં, યુક્રેનવાસીઓએ લોકતંત્ર માટે તેમની લડત દર્શાવી રહ્યા છે.

બ્રસેલ્સમાં પણ યુરોપિયન યુનિયનના બિલ્ડિંગ , યુરોપિયન પાર્લમેન્ટ અને કમિશનને યુક્રેનના ધ્વજના રંગે શણગારાયું હતું.  એક યુક્રેનવાસીએ કહ્યું હતું કે એક યુદ્ધના આક્રમણને એક વર્ષ પૂરું થયું છે, જેથી હું ઘરે ના રહી શકું. રશિયાએ યુક્રેનના પાંચમા હિસ્સા પર એક વર્ષમાં કબજો કર્યો હતો.