પાકિસ્તાન દ્વારા ભારતીય રાજદ્વારીઓનું ટોર્ચર હવે ચરમસીમાએ….

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓના પર થતી ટોર્ચરની ઘટના હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. સુત્રોના હવાલે સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે, પાડોશી દેશમાં સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને કર્મચારીઓને કેટલીક પાયાની સુવિધા પણ આપવામાં નથી આવી રહી.

મળતી જાણકારી મુજબ હાલમાં જ ભારતીય દૂતાવાસના અધિકારીઓના ઘરના ગેસ કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં હતાં. જ્યારે ઘણી વખત ટોર્ચર કરવામાં માટે જાણ કર્યા વગર વીજળી પણ કાપી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય દૂતાવાસના અધિકારીઓને ઈન્ટરનેટ સેવાઓના વપરાશમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, આ મુશ્કેલી છતાં પણ ભારતના સ્ટાફમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ભારતના રાજદ્વારીઓ આ પહેલા પણ ઉત્પીડનનો સામનો કરી ચૂક્યા છે. ગત એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓ સાથે શીખ તીર્થયાત્રીઓની મુલાકાત પર રોક લગાવી દેવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની આવી હરકત સામે આકરો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.