બીજિંગઃ ચીનના ઈશાન ભાગમાં આવેલા ચાંગ્ચૂન શહેરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસમાં ઉછાળો આવતાં લોકડાઉન લાગુ કરવાનો સ્થાનિક સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે. આ શહેર 90 લાખની વસ્તી ધરાવે છે.
છેલ્લા બે વર્ષમાં આ શહેરમાં કોરોનાના કેસ સૌથી વધી ગયા હોવાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આર્થિક પાટનગર સમાન શાંઘાઈ શહેરમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
