અમે જવાબ આપીશું તો ત્રીજું વિશ્વ યુદ્ધ નક્કીઃ બાઇડન

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે તેમણે લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા રશિયાથી લાગેલી સરહદો પર 12,000 સૈનિકો તહેનાત કર્યા છે અને વ્લાદિમિર પુતિન યુક્રેનની સામે યુદ્ધમાં વિજયી નહીં થઈ શકે. તેમણે ડેમોક્રેટિક કોક્સના સભ્યોને સંબોધિત કરતાં કહ્યું હતું કે યુક્રેનમાં ત્રીજા વિશ્વ યુદ્ધ નહીં લડવા પર ભાર મૂક્યો હતો, પણ તેમણે એક અચૂક સંદેશ મોકલ્યો હતો કે અમે નાટો ક્ષેત્રના દરેક ઇંચની સુરક્ષા કરીશું.

યુક્રેનના લોકોએ રશિયાની સેનાનો સામનો કરીને હિંમત અને સાહસનું પ્રદર્શન કર્યું હતું. અમે જો જવાબ આપીશું તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જશે, પવિત્ર નાટો ક્ષેત્ર પર અમારી જવાબદારી છે. જોકે અમે યુક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં લડીએ, એમ તેમણે કહ્યું હતું.

નાટો ઉત્તરી અમેરિકી અને યુરોપિયન દેશોનું જૂથ છે. એનો ઉદ્દેશ રાજકીય અને સૈન્ય સાધનોના માધ્યમથી અમારા સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની ગેરન્ટી આપવાની છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના નેતૃવવાળા પ્રતિબંધોના પરિણામસ્વરૂપ રશિયાનું અર્થતંત્ર ખરાબ રીતે અસર થઈ છે. અમારા આર્થિક પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણો રશિયાના અર્થતંત્રને કચડી રહ્યા છે.  રૂબલે અડધું મૂલ્ય ગુમાવી દીધું છે.

મોસ્કો સ્ટોક એક્સચેન્જ બંધ છે… કેમ બંધ છે? કેમ કે જેવું એ ખૂલશે, એને ભંગ કરી દેવામાં આવશે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ રશિયાની સરકારને ‘જંક’નો દરજ્જો આપ્યો છે. યુક્રેનની સામે પુતિનની લડાઈ ક્યારે જીતમાં નહીં ફેરવાય, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]