કાઠમંડુઃ નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ તેજ થવા લાગી છે અને દેશના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે પણ આ ચળવળને ટેકો આપ્યો હતો. નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર સિંહ નેપાળને હિન્દુ સામ્રાજ્ય તરીકે પહેલાંની જેમ સ્થાપિત કરવા માટે એક જાહેર ઝુંબેશમાં 13 ફેબ્રુઆરીએ સામેલ થયા છે. હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે રાજા અને વિવિધ હિન્દુ સંપ્રદાયોના સભ્યોએ રાષ્ટ્રવ્યાપી દીવા પ્રગટાવ્યા હતા.
આ હિન્દુ રાષ્ટ્રની ઝુંબેશ નેપાળના ઝાપા જિલ્લાના કાકરભિટ્ટાથી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના મુખ્ય આયોજક દુર્ગા પરસાઈ- કે જેઓ નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી યુનિફાઇડ માર્કશિસ્ટ લેનિનિસ્ટ પાર્ટીની કમિટીના સભ્ય છે. આ કાર્યક્રમમાં રાજાએ કોઈ ભાષણ નહોતું આપ્યું, પણ દેશની અનિશ્ચિત અને અસ્થિર રાજકીય પરિસ્થિતિ વચ્ચે આ ઝુંબેશમાં તેમની હાજરી જ મહત્ત્વની હતી.
આ સ્થળ પ્રચાર સ્થળથી 40 કિમી દૂર છે. સમિતિના સભ્ય અને આયોજક દુર્ગા પરસાઇએ હાલની સરકારની સ્થિતિનું ચિત્રણ કર્યું હતું. તેમણે તેમના ભાષણમાં સમ્રાટની વાપસી માટે સીધી રીતે કોઈ સંકેત નહોતા આપ્યા , પણ જ્યારે નેપાળી PM પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની સરકારે માઓવાદી યુદ્ધના 23 વર્ષ પૂરાં થવા પર રજા જાહેર કરી હતી, ત્યારે આ આયોજન થયું હતું, પણ તેમના નિર્ણયનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
બીજી બાજુ, સમિતિના સભ્યોએ દેશના ખેડૂતોને સહકારી બેન્કોમાંથી લોનો લેવા માટે આહવાન કર્યું હતું અને માઇક્રો-ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લીધેલી લોનોને માફ કરવામાં આવે, કેમ કે ખેડૂતો લોનોનાં દેવાં તળે જીવનનો અંત આણી રહ્યાં છે. હિમાલયન રાષ્ટ્ર 2008માં સેક્યુલર રાષ્ટ્ર જાહેર થયું એ પહેલાં હિન્દુ રાષ્ટ્ર હતું. તેનું શ્રેય 2006માં પીપલ્સ ચળવળને જાય છે, કેમ કે ત્યારે રાજાશાહી નાબૂદ થઈ હતી.