પેરિસઃ ફ્રાંસમાં વાવાઝોડા ‘ચિડો’એ ભારે વિનાશ વેર્યો છે. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાને લીધે આશરે 1000 લોકોએ જીવ ગુમાવ્યાની આશંકા છે. વાવાઝોડા ’ચિડો’એ 200 કિમીથી વધુની ઝડપે અહીં મોતનું તાંડવ મચાવ્યું હતું. છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યાં છે.
એક ટોચના સરકારી અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે મને લાગે છે કે સેંકડો લોકો માર્યા ગયા છે, કદાચ સંખ્યા લગભગ હજારોમાં પણ હોય. હિંદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ અત્યંત મુશ્કેલ છે.
અધિકારીઓએ મેયોટમાં ઓછામાં ઓછા 11 મોત થયાનું જણાવતાં સંખ્યા વધવાની અપેક્ષા વ્યક્ત કરી છે. આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત મેયોટ, ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ છે.
‘ચિડો’ વાવાઝોડાને કારણે 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું, આફ્રિકાના પૂર્વ કિનારે લગભગ 800 કિલોમીટર દૂર આવેલા બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા મેયોટની વસ્તી ત્રણ લાખથી વધુ લોકોની છે. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણાં વૃક્ષો ઊખડી ગયાં હતાં અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
મેયોટ પ્રીફેક્ટે જણાવ્યું હતું કે વાવાઝોડાએ જાહેર માળખાકીય સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં એરપોર્ટ, વિનાશક વિસ્તારો અને વીજ પુરવઠો ખોરવાયો છે. મેયોટમાં 90 વર્ષમાં આ સૌથી ભયંકર વાવાઝોડું હતું.