અમદાવાદઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતના અમદાવાદથી કરવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ લાખ્ખો લોકો સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાહી અંદાજમાં ભવ્ય સ્વાગત કરવાના છે. ટ્રમ્પના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સવાલ એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે જ તેમને ભારતની યાદ કેમ આવી? ગુજરાતીઓ પર આટલો પ્રેમ અચાનક કેમ ઊભરાયો?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની નવેમ્બરમાં યોજાવાની છે, જેની તૈયારીઓ અમેરિકામાં જોરશોરથી ચાલી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ પણ આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે એના કેમ્પેઇનને લગતો જ છે.
બીજી ટર્મ ચૂંટાવા માટે ભારતીયોના સમર્થનની જરૂર
ડોનાલ્ડ ટ્રમ્પને પણ ચૂંટણીમાં બીજી મુદત માટે ચૂંટાઈ આવવા માટે અમેરિકામાં વસેલા ભારતીયોના સમર્થનની જરૂર છે. આમ તો પાછલા વર્ષે જ તેમણે હાઉડી મોદી કાર્યક્રમથી તેમના ચૂંટણી કેમ્પેનના શ્રીગણેશ તો કરી જ દીધા હતા. તેમણે હાઉડી મોદી કાર્યક્રમમાં અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો તો લગાવ્યો જ હતો. ટ્રમ્પ તેમનો આ પ્રવાસ દ્વારા ભારતીયોનું સમર્થન પ્રાપ્ત કરવા માગે છે. અમેરિકામાં 40,94,539 ભારતીય મૂળના પ્રભાવશાળી ગુજરાતીઓ તો રહે જ છે અને આશરે 15,58,594 એનઆરઆઇ મતદાતાઓ છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત-ગુજરાત પ્રવાસ દ્વારા પ્રભાવશાળી ગુજરાતીઓનું સમર્થન પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેઓ વડા પ્રધાન સાથે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. આ નવા સ્ટેડિયમમાં 50થી 70 લાખ લોકો હશે.
ગુજરાતીઓ ટ્રમ્પને બંને રીતે મદદ કરી શકેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત-ગુજરાત પ્રવાસનો સંદેશ સ્પષ્ટ છે કે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ તેમના પરિવાર, મિત્રો અને સગાંસંબંધીઓને નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં તેમને મત આપવાનું હતું. અમેરિકામાં કુલ 15,58,594 ભારતીય મૂળના મતદાતાઓ છે, જેમાંથી 20 ટકા ગુજરાતીઓ છે. વળી, ત્યાંના ગુજરાતીઓ પણ આર્થિક રીતે સધ્ધર છે.
‘કેમ છો’ ટ્રમ્પની નજર પણ આ ગુજરાતીઓ પર છે. વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી અમેરિકાની હોય છે. વળી, ગુજરાતી મતદાતાઓ તેમને મત સાથે ટ્રમ્પની મદદ પણ કરી શકે છે. અમેરિકામાં મોટેલ ઇન્ડસ્ટ્રીમાં 40 ટકા હિસ્સા પર ગુજરાતીઓનો કબજો છે.
અમેરિકાનાં રાજ્યોમાં કેટલા ભારતીય મતદાતાઓ અમેરિકામાં ભારતીય મૂળના મતદાતાઓની સંખ્યા સતત વધી પણ રહી છે, જેને નજરઅંદાજ ના કરી શકાય. સૌથી વધુ ભારતીયો (7.3 લાખ) કેલિફોર્નિયામાં રહે છે. ત્યાર બાદ 3.7 લાખ ભારતીય ન્યુ યોર્કમાં, 3.7 લાખ ભારતીય ન્યુ જર્સીમાં, 3.5 લાખ ભારતીય ટેક્સાસમાં રહે છે. અમેરિકામાં 50માંથી 18 રાજ્યોમાં ભારતીય મૂળના લોકો રહે છે. આ સંખ્યા કોઈ પણ અન્ય દેશની તુલનાએ ઘણી વધુ છે. અમેરિકામાં 50માંથી 16 રાજ્યોની કુલ વસતિના એક ટકા ભારતીય સમુદાયના લોકો રહે છે, જેની અવગણના કરવી ડોનાલ્ડ ટ્રમ્પને પાલવે તેમ નથી. આમ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમ્યાન ભારતીય મતદાતાઓ- ખાસ કરીને ગુજરાતી મતદાતાઓને રીઝવવા તેઓ આવી રહ્યા છે.