સેનફ્રાન્સિસ્કોઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસે લોસએન્જલસમાં 16.5 કરોડ ડોલર (1171.5 કરોડથી વધારે) રુપિયાનું આલીશાન ઘર ખરીદ્યું છે. લોસ એન્જલસમાં મોંઘી પ્રોપર્ટીનો આ નવો રેકોર્ડ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બેજોસે આ આલીશાન ઘર (વોર્નર એસ્ટેટ) ને એક વ્યાપારી પાસેથી ખરીદ્યું છે. લોસ એન્જલસમાં કોઈ વ્યક્તિનો આ અત્યાર સુધીનો સૌથી મોંઘો સોદો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્નર એસ્ટેટ નામનો આ બંગ્લો બેવર્લી હિલ્સમાં 9 એકરમાં ફેલાયેલો છે. આમાં ગેસ્ટ હાઉસ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ સહિત અન્ય પણ ઘણી વસ્તુઓ આવેલી છે. વોર્નર પ્રધર્સના પૂર્વ અધ્યક્ષ જેફ વોર્નરે આ ઘરને 1930 માં બનાવડાવ્યું હતું.
ઈ-કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોનના વડા જેફ બેજોસની પ્રોપર્ટી 110 અરબ ડોલરથી વધારે આંકવામાં આવી છે. તેમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે.