ટોક્યોઃ જાપાને 70 થી વધારે દેશોમાં યાત્રા પ્રતિબંધને વધારી દીધી છે. આ 70 દેશોમાં યૂકે, ચીન અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય કોરોનાના સંક્રમણને ઓછું કરવા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. આ બિમારીનો હજી સુધી કોઈ જ ઈલાજ શોધી શકાયો નથી. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાયરસથી આશરે 200 થી વધારે દેશ પ્રભાવિત થયા છે. તમામ દેશ પોતાના સ્તર પર આ વાયરસને પહોંચી વળવા માટે પગલા ભરી રહ્યા છે.
આ પ્રતિબંધ એ તમામ લોકો માટે લાગૂ થાય છે કે જેઓ છેલ્લા 14 દિવસમાં આ 70 દેશોની યાત્રા પર હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, આ નવો નિયમ આજથી જ લાગુ પડશે. આ સાથે જ આ નિયમ એ લોકો માટે પણ હશે કે જેમની ફ્લાઈટો 3 એપ્રીલથી રવાના થઈ ચૂકી છે. જો કે આ ટ્રાવેલ બેનની હજી કોઈ અંતિમ તારીખ નક્કી કરાઈ નથી.
આ નિર્ણય જાપાનમાં ગત સપ્તાહે ઓલમ્પિક રદ્દ થયા બાદ આવ્યો છે. આ સિવાય જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ટોક્યો ઓલમ્પિકની તીથિ આગળ વધારવા પર સહમત થયા હતા. જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર, જાપાનમાં અત્યારસુધી કોરોના વાયરસના સંક્રમણના કારણે 63 જેટલા લોકોના મોત થયા છે.