કોરોના-રસી ન લેનાર પર્યટકોને પણ ઈઝરાયલમાં એન્ટ્રી

યેરુસલેમઃ ઈઝરાયલની સરકારે જાહેરાત કરી છે કે આવતી 1 માર્ચથી તે એની સરહદો તમામ પર્યટકો માટે ખુલ્લી મૂકી દેશે, જેમણે કોરોનાવાઈરસ-વિરોધી રસી લીધી નહીં હોય એવા લોકો માટે પણ.

ઈઝરાયલના વડા પ્રધાન નફતાલી બેનેટ અને આરોગ્ય પ્રધાન નિટ્ઝાન હોરોવિત્ઝે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તમામ પર્યટકોએ ઈઝરાયલમાંથી રવાના થતા પહેલાં અને દેશમાં આગમન કર્યા બાદ બે PCR ટેસ્ટ કરાવવાની રહેશે. ઈઝરાયલી નાગરિકો માટે દેશમાં આગમન વખતે PCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર જો એમનો પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો એમણે ક્વોરન્ટીન થવાની જરૂર નહીં રહે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]