તાલિબાન-શાસનઃ યુનિવર્સિટીઓમાં કન્યાઓ માટે ઈસ્લામિક ડ્રેસ ફરજિયાત

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસિત સરકારના ઉચ્ચ શિક્ષણના પ્રધાન અબ્દુલ બકી હક્કાને આજે જાહેરાત કરી છે કે દેશમાં કન્યાઓ યુનિવર્સિટીઓમાં અને પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તરે પણ ભણી શકશે, પરંતુ, તેમણે ઈસ્લામિક ડ્રેસ પહેરવાનું ફરજિયાત રહેશે અને છોકરાઓથી અલગ વર્ગોમાં બેસવું પડશે. સરકારે કહ્યું છે કે અમે છોકરા-છોકરીનાં સહ-શિક્ષણની પરવાનગી નહીં આપીએ.

દુનિયાભરમાં ઊભા થયેલી છાપ સામે તાલિબાન સંગઠને કહ્યું છે કે મહિલાઓ પ્રત્યે અમારા વલણમાં પરિવર્તન આવ્યું છે. હક્કાનીએ કહ્યું છે કે અમે કંઈ 20 વર્ષ પાછળ જતા નથી. અમે આજના જમાનાનું જે માળખું છે એની પર જ અમે ઘડતર કરવાનું શરૂ કરીશું.