નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જમ્મુ-કશ્મીર અને લદ્દાખને ભારતના નકશાથી અલગ બતાવતાં ભારતે વાંધો ઉઠાવ્યો હતો. WHOએ નક્શાએ ‘ખોટું ચિત્રણ’ને લઈને ભારત સરકારની સાથે વિવાદ ઊભો કર્યો છે. ભારતે WHO સામે આ મામલો ઉઠાવ્યો છે. આ મુદ્દો WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસની સાથે જિનિવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય એમ્બેસેડર ઇન્દ્રમણિ પાંડેએ ઉઠાવ્યો હતો. WHOના આ પગલા પર પાંડે ઘેરી નારાજગી વ્યક્ત કરી હતી અને એના ચીફને તત્કાળ હસ્તક્ષેપ કરતાં નકશો પરત લેવાની માગ કરી હતી. ભારતે ત્રીજી વાર WHOમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
WHOએ કોરોના રોગચાળાની સંખ્યા દર્શાવવા માટે દેશોના વિવિધ રંગોમાં નકશો જારી કર્યો હતો. આ નકશામાં જમ્મુ-કશ્મીરને અને લદ્દાખને ભારતીય મુખ્ય જમીનથી અલગ દર્શાવ્યા હતા.
WHOએ ભારતને નેવી બ્લુ રંગથી દર્શાવ્યું હતું, જ્યારે જમ્મુ-કશ્મીર અને અલગ ગ્રે રંગથી દર્શાવ્યા હતા. કોવિડ-19ના રોગચાળા દરમ્યાન અમેરિકા અને અન્ય દેશોએ WHOની ચીનની તરફેણ કરવા બદલ બહુ ટીકા કરી હતી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને ‘ચીનની કઠપૂતળી’ ગણાવી હતી.