ભારત-બંગલાદેશ આતંકવાદી જૂથો સામે લડવા સંગઠિત થયા

નવી દિલ્હીઃ  ભારત અને બંગલાદેશ મંગળવારે આતંકવાદી સંગઠનોની સામે સંગઠિત થઈને લડવા પર સહમત થયા હતા, જેમાં વૈશ્વિક આતંકવાદી જૂથ અને અન્ય ભાગેડુ સક્રિય આતંકવાદીઓ પણ સામેલ છે. બંને દેશો વચ્ચે પ્રતિનિધિ મંડળના સ્તરે પોલી વડાઓની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં સલામતી અને આતંકવાદીની વધતા પડકાર સામે અસરકારક રીતે નોડલ પોઇન્ટ પર સહમતી બની હતી.

બંને દેશોના સત્તાવાર નિવેદન અનુસાર સંયુક્ત રૂપે આતંકકવાદી સંગઠનો, વૈશ્વિક આતંકવાદી જૂથો અને અન્ય સક્રિય ભાગેડુ અપરાધીઓ સામે લડાઈ તેજ કરવાનો નિર્ણય લીધો છે અને એ માટે બંને પક્ષો જાસૂસી સૂચનાઓ વહેંચવા પર ભાર આપવામાં આવ્યો છે.

ડ્રગ્સની દાણચોરી, નકલી ભારતીય ચલણ, હથિયારો અને દારૂગોળો અને હ્યુમન ટ્રાફિકિંગ સહિત બોર્ડર પરની ગુનાઇત પ્રવૃત્તિઓ સામે લડવા માટે સંકલન સાધવા ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોની પોલીસની વચ્ચે સંબંધો સારા કરવા માટે ચર્ચા કરવામાં આવી કોવિડ-19 રોગચાળાને લીધે આ બેઠક ઓનલાઇન યોજવામાં આવી હતી.