જમ્મુમાં પાકિસ્તાન સરહદ-પાર બે બોગદાં મળી આવ્યા

કઠુઆ (જમ્મુ અને કશ્મીર)­: સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ કેન્દ્રશાસિત જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતના કઠુઆ અને સામ્બા જિલ્લાઓમાં બે બોગદાં આજે શોધી કાઢ્યા હતા.

અધિકારીઓએ કહ્યું છે કે એક બોગદું કઠુઆના હિરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મળી આવ્યું છે. જ્યારે બીજું બોગદું સામ્બા સેક્ટરમાં મળી આવ્યું છે. બીએસએફના સતર્ક જવાનોએ આ બંને બોગદાં શોધી કાઢ્યા છે. આ સાથે જ પાકિસ્તાનમાંથી નરાધમ પ્રવૃત્તિઓને ખાળવામાં સફળતા મળી છે.