ગ્લોબલ સેન્ડવિચ ચેન સબવે વેચાઈ રહી છે?

ન્યૂયોર્કઃ અમેરિકાની વૈશ્વિક સ્તરે સેન્ડવિચ ચેન ધરાવતી સબવે કંપની ટૂંક સમયમાં વેચાઈ જાય એવી ધારણા છે. સબવેની સ્થાપના  કરાઈ ત્યારથી એના સહ-સંસ્થાપકોના પરિવારજનો એનો અંકુશ ધરાવતાં રહ્યાં છે. કંપનીનું અંદાજિત માર્કેટ મૂલ્ય 10 અબજ ડોલરનું છે.

કનેક્ટિકટમાં મુખ્યાલય ધરાવતી સબવે ક્વિક-સર્વિસ ફૂડ ચેન તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ છે. એની સબમરીન (સબ) સેન્ડવિચ અને રેપ્સ ફૂડશોખીનોમાં ઘણી લોકપ્રિય છે. એવો અહેવાલ છે કે સબવે કંપનીને વેચવા માટે સલાહકારોને રોકવામાં આવ્યા છે. આ બ્રાન્ડને ખરીદવા માટે ઘણા કોર્પોરેટ ગ્રાહકો અને ખાનગી કંપનીઓ આગળ આવે એવી ધારણા છે. જોકે સબવે તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.