આઈપીએલની મેચો મફતમાં દેખાડવા વિચારે છે રિલાયન્સ

મુંબઈઃ ગયા વર્ષે જિયોસિનેમા એપ પર ફૂટબોલ વર્લ્ડ કપનું મફત લાઈવ સ્ટ્રીમિંગ કરાવ્યા બાદ રિલાયન્સ કંપની લાઈવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગની માર્કેટમાં છવાઈ જવા માટે સજ્જ બની છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આ વર્ષની મોસમનું ડિજિટલ બ્રોડકાસ્ટ પણ મફતમાં કરીને આ માર્કેટ વર્ચસ્વ જમાવી દેશે એવું લાગે છે.

રિલાયન્સ ગ્રુપની માલિકીની વાયકોમ 18 કંપનીએ ફિફા વર્લ્ડ કપ-2022ની મેચોને રિલાયન્સના જિયોસિનેમા એપ પર તેમજ સ્પોર્ટ્સ18 અને સ્પોર્ટ્સ18-એચડી જેવી ટીવી ચેનલો પર મફતમાં સ્ટ્રીમ કરી હતી, જેને કારણે ફૂટબોલપ્રેમીઓને મોટા જલસા થઈ ગયા હતા. હવે વાયકોમ18 કંપનીએ એવું જ મોડેલ ટેસ્ટ કર્યું છે. તેણે 2023થી લઈને 2027 સુધીની આઈપીએલ સ્પર્ધાઓ માટેના ડિજિટલ મીડિયા અધિકારો ખરીદી લીધા છે. આ માટે તેણે બીસીસીઆઈને રૂ. 23,758 કરોડ ચૂકવ્યા છે. હવે આ કંપની આઈપીએલ માટે મફત સ્ટ્રીમિંગ સહિત અનેક વ્યૂહરચના અમલમાં મૂકવા વિચારી રહી છે.

રિલાયન્સ કંપની તેના બીજા પ્રોડક્ટ્સને પણ મફતમાં ઓફર કરે એવી ધારણા છે, કારણ કે એમ કરીને માર્કેટમાં મોટો હિસ્સો હસ્તગત કરવાનો એનો પ્લાન છે. જો આ શક્ય બનશે તો આઈપીએલ સ્પર્ધા પહેલી જ વાર મફતમાં જોવા મળશે. વળી, આમ કરીને તે એની હરીફ ડિઝની-સ્ટાર કંપનીને જબ્બર ટક્કર આપશે, જેણે આઈપીએલના ડીટીએચ રાઈટ્સ ખરીદ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]