આતંકી હાફીઝ સઈદ પાકિસ્તાનમાં આતંકીઓને બનાવી રહ્યો છે પત્રકાર….

લાહોરઃ આતંકવાદી હાફીઝ સઈદે પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવા નવો પેંતરો શરુ કર્યું છે. લાહોરમાં આતંકી હાફીઝ સઈદે એક પત્રકારત્વ સ્કૂલ ખોલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આતંકવાદી સમૂહ જમાત ઉદ દાવાએ લાહોર શહેરમાં એક ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્ટ્રેટેજી એન્ડ કમ્યુનિકેશન ખોલ્યું છે. આ સંસ્થાનમાં હાફીઝ સઈદના બે નજીકના લોકોની મહત્વની ભૂમિકા છે. આ સંસ્થાનના બ્રોશર અનુસાર અહીંયા રિપોર્ટિંગ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, બ્લોગિંગ, સોશિયલ મીડિયા, શોર્ટ ફિલ્મ સહિત ઘણા શોર્ટ અને લોંગ ટર્મ કોર્સ ચલાવવામાં આવે છે. કોર્સ માટે દરેક વિદ્યાર્થી પાસેથી 3000 હજાર રુપિયા ફી લેવામાં આવે છે. આ પૈસાનો ઉપયોગ ટેરર ફંડિંગના નામ પર કરવામાં આવે છે.

સઈદની રાજનૈતિક પાર્ટી મુસ્લિમ લીગના અધ્યક્ષ સૈફુલ્લા ખાલિદ અને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશનના પ્રમુખ આતંકી હાફીઝ અબ્દુલ રઉફ આ સંસ્થાનમાં ક્લાસ લે છે. JuD ની જેમ FIF પણ વૈશ્વિક રુપે નામિત આતંકી સંગઠન છે. ગત વર્ષે FIF ને મની લોન્ડ્રિંગ અને આતંકી સંગઠનોને ફંડિંગના કારણે આંતરરાષ્ટ્રીય દેખરેખ પ્રણાલી અંતર્ગત એક દેખરેખ સૂચિમાં રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સી અનુસાર, FIF નો ઉપયોગ લશ્કર-એ-તૈયબાની આતંકી ગતિવિધિઓનું સમર્થન કરવા માટે પૈસા એકત્ર કરવા માટે કરવામાં આવે છે.

પત્રકારિતા સંસ્થાન દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં FIF પ્રમુખ હાફીઝ અબ્દુલ રઉફે કહ્યું કે કેમેરો અને પેન પાંચમી પેઢીના યુદ્ધમાં સૌથી મજબૂત ઉપકરણ છે જે અહીંયા શીખવાડવામાં આવે છે. તો MIM અધ્યક્ષ સેફુલ્લા ખાલીદે આ વીડિયોમાં કહ્યું કે મીડિયા એક નવું યુદ્ધ હથિયાર છે, અમારા દુશ્મનો પોતાના લાભ માટે મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે યુદ્ધ માત્ર મીડિયાનો ઉપયોગ કરીને જીતી શકાય છે.

આપને જણાવી દઈએ કે જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આશરે 40 જવાનો શહીદ થયા છે. આ હુમલાને કાશ્મીરના જ રહેનારા આદિલ અહમદ ડારે અંજામ આપ્યો. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનનો વડો મસુદ અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહે છે. જો કે હુમલા બાદ પાકિસ્તાને કહ્યું કે અમે કોઈ તપાસ વગર હુમલાનો સંબંધ પાકિસ્તાન સાથે જોડવાના ભારતીય મીડિયા અને સરકારના કોઈપણ આરોપને ફગાવીએ છીએ.