ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં લગાવી ઈમરજન્સી, મેક્સિકો સીમા પર બનાવાશે દીવાલ…

વોશિંગ્ટનઃ અમેરિકા-મેક્સિકો સીમા પર દીવાલ બનાવવાને લઈને જાહેર ગતિરોધ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખા દેશમાં ઈમરજન્સી લગાવવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે આ દીવાલના નિર્માણનો વિરોધ અમેરિકી સંસદમાં કોંગ્રેસ કરી રહી હતી. આપાતકાળની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે ફંડ મંજૂર કરી શકીએ છીએ.

અમેરિકામાં સંસદ જ તમામ પ્રકારના ખર્ચ માટે નાણાકીય પ્રસ્તાવોને મંજૂરી આપે છે. અમેરિકી સંસદ અમેરિકા-મેક્સિકો સીમા પર દીવાલ બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. આના કારણે ટ્રમ્પ અને સંસદમાં ટકરાવ ચાલી રહ્યો છે. ટ્રમ્પે રોજ ગાર્ડનથી દક્ષિણી સીમા પર રાષ્ટ્રીય સુરક્ષા અને માનવીય સંકટને જોતા રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું કે હું રાષ્ટ્રીય આપાતકાળ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે મેક્સિકો સાથે અમેરિકી સીમા પર ડ્રગ્સ, ગેંગ, માનવ તસ્કરી અને પ્રવાસીઓના આક્રમણને રોકવા માટે આ દીવાલ ખૂબ જરુરી છે. અમે પોતાની દક્ષિણી સીમા પર રાષ્ટ્રીય સુરક્ષા સંકટનો સામનો કરવા જઈ રહ્યા છે. એટલા માટે અમે આપાતકાળની જાહેરાત કરવા જઈ રહ્યા ંછે, કારણકે અમારે આ કરવું જ પડશે.

આપને જણાવી દઈએ કે આશરે 200 માઈલ લાંબી આ દીવાલના નિર્માણ માટે ટ્રમ્પે અમેરિકી સંસદથી 5 બિલિયન ડોલરની માંગણી કરી હતી. સંસદથી તેમને માત્ર 1.3 બિલિયન ડોલરનો જ ફંડ મળ્યો હતો. આનાથી ટ્રમ્પ નાખુશ હતા. આપાતકાળની જાહેરાત બાદ ટ્રમ્પે કહ્યું કે મને આવું કરવાની જરુરત નથી પરંતુ હું આ ખૂબ તેજીથી કરી રહ્યો છું.

મીડિયા રિપોર્ટ અનુસાર હવે ટ્રમ્પ ઘણા ક્ષેત્રો પાસેથી દીવાલ બનાવવા માટે ફંડ એકત્ર કરશે. વ્હાઈટ હાઉસના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેઝરી ફોરેસ્ટ ફંડથી આશરે 600 મિલિયન ડોલર, રક્ષા વિભાગની દવાવિરોધી ગતિવિધિઓથી 2.5 બિલિયન ડોલર અને અન્ય સૈન્ય નિર્માણ ખાતાઓથી 3.6 બિલિયન ડોલરનું ફંડ એકત્ર કરવામાં આવશે. આપદા રાહત ફંડમાં ટ્રમ્પ કોઈ કપાત નહી કરે.

1976નો એક કાયદો રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય આપાતકાળ જાહેર કરવાનો અધિકાર આપે છે. ટ્રમ્પ પહેલાં પણ ઘણા રાષ્ટ્રપતિ ઈમરજન્સી જાહેર કરી ચૂક્યાં છે. 2009 માં સ્વાઈન ફ્લૂના પ્રકોપ દરમિયાન બરાક ઓબામા અને 9/11 હુમલા બાદ જ્યોર્જ ડબલ્યૂ બુશે રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરી હતી. અત્યારસુધી અમેરિકામાં 31 વાર રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. આપાતકાળ દરમિયાન રાષ્ટ્રપતિ એ વિશિષ્ટ શક્તિઓનો ઉપયોગ કરી શકે છે જે અમેરિકી સંસદના કાયદાના વર્તુળમાં હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]