વોશિંગ્ટનઃ વિદેશી સરકારો ગૂગલ અને સ્માર્ટફોન યુઝર્સ પર પુશ નોટિફિકેશન દ્વારા નજર રાખી રહી છે, એમ અમેરિકી સેનેટરે કહ્યું હતું. ન્યાય વિભાગને લખેલા પત્રમાં સેનેટર રોન વિડેને કહ્યું હતું કે વિદેશી અધિકારી આલ્ફાબેટના ગૂગલ અને એપલથી ડેટાની માગ કરી રહી છે. વાસ્તવમાં બધા પ્રકારના મોબાઇલ એપ્સ પુશ નોટિફિકેશન દ્વારા તમને અપડેટ કે એલર્ટ આપે છે.
આ નોટિફિકેશન મેસેજ અપડેટ, ન્યૂઝ, સ્કોર વગેરે દ્વારા ગૂગલ કે એપલના સર્વર થઈને તમારા સુધી પહોંચે છે. એનાથી ગૂગલ અને એપલને એ માલૂમ પડી જાય છે કે એપ્સથી કેટલાય ટ્રાફિક યુઝર્સ સુધી જાય છે અને એ ડેટા કંપનીઓ સરકારની સાથે શેર કરી શકે છે. સર્વરના માધ્યમથી ફોર્વર્ડ થવાને કારણે તમારું ગૂગલ એકાઉન્ટ, કઈ એપથી ક્યારે કોઈ નોટિફિકેશન ગયું છે અને કયા મોબાઇલ ફોનમાં ગયું છે, એ તમામ પ્રકારની માહિતી કંપનીઓ સરકારને આપી શકે છે.
તેમના પત્ર પર એપલે કહ્યું હતું કે ફેડરલ સરકારે અમને કોઈ પણ માહિતી શેર કરવાથી મનાઈ કરી છે એટલે કે સરકારે એના પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે માહિતીના સ્રોત તરીકે એક ટિપનો હવાલો આપ્યો હતો. જોકે તેમના કર્મચારીએ ટિપ વિશે વિસ્તારપૂર્વક નથી જણાવ્યું, પરંતુ આ મામલાથી એક પરિચિત સૂત્રએ પુષ્ટિ કરી હતી કે વિદેશી અને અમેરિકી સરકારી એજન્સીઓ- બંને એપલ અને ગૂગલથી પુશ નોટિફિકેશન પાસેથી સંબંધિત મેટાડેટા માગી રહી છે. સ્માર્ટફોન યુઝર્સ પુશ નોટિફિકેશન પર વધુ ધ્યાન નથી આપતા, પણ ટેક દિગ્ગજોનું એના પર ધ્યાન ગયું છે.