જર્મનીએ ભારતીયો પરનો ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો

બર્લિનઃ કોરોનાવાઈરસના ડેલ્ટા વેરિઅન્ટના ચેપગ્રસ્ત પાંચ દેશોમાંથી આવતા પ્રવાસીઓ પરનો પ્રતિબંધ જર્મનીએ ઉઠાવી લીધો છે. આ પાંચ દેશોમાં ભારત અને બ્રિટનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતમાં જર્મનીના રાજદૂત વોલ્ટર લિન્ડનરે કહ્યું છે કે બુધવારથી જર્મનીમાં ભારત સહિત પાંચ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ પરનો કોરોના-પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે. અન્ય દેશો છે – રશિયા, પોર્ટુગલ અને નેપાળ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]