હોંગકોંગઃ હોંગકોંગમાં રસીકરણને પ્રોત્સાહિત કરવા માટે લોટરીમાં અપાર્ટમેન્ટ (ફ્લેટ)ની ઓફર આપવામાં આવી રહી છે. હોંગકોંગના ડેવલપર કોવિડ-19ની રસી લગાવનારા લોકોને ઇનામના રૂપમાં 14 લાખ ડોલરનું એપાર્ટમેન્ટ આપી રહ્યા છીએ, કેમ કે અહીં ઘણા લોકો રસી ઉત્સુક નથી. સિનો ગ્રુપના એનજી ટેંગ ફોંગ ચેરિટેબલ ફાઉન્ડેશન અને ચીની એસ્ટેટ હોલ્ડિંગ્સ લિ. ક્વાન ટોંગ ક્ષેત્રમાં પોતાના ગ્રેન્ડ સેન્ટ્રલ પ્રોજેક્ટમાં નવું એપાર્ટમેન્ટ ઓફર આપી રહ્યા છે. રસીના બંને ડોઝ લેનારા હોંગકોંગના રેજિડેન્ટ 449 સ્કવેર ફૂટ (42 સ્ક્વેર મીટર)ના અપાર્ટમેન્ટ માટે ડ્રોને પાત્ર છે. સિનો ગ્રુપ હોંગકોંગમાં લિસ્ટેડ ડેવલપર સિનોં લેન્ડ કોર્પોરેશનની પેરન્ટ કંપની છે. સરકારે કેસ ઇન્સેન્ટિવ આપવાની વાતને ફગાવી હતી. સરકારે કહ્યું હતું કે તે અનયુઝ્ડ રસી ડોઝના ડોનેશન સહિત કેટલાક વિકલ્પો સ્ટડી કરી રહી છે, કેમ કે એમાંથી કેટલીક રસી ઓગસ્ટમાં એક્સપાયર થવાની છે. હોંગકોંગની સરકારે ફરી એક વાર ખોલવાથી ક્વોરોન્ટિન પિરિયડને ઓછો કરવા જેવા નીતિગત પ્રોત્સાહન આપીને લોકોને પોતાના ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહી છે. વિશ્વમાં રસીની વધતી માગની વચ્ચે ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે કોઈ પણ રોકડ અથવા બીજા પ્રકારના ઇન્સિન્ટિવની વાત ફગાવી હતી.
હોંગકોંગમાં 75 લાખની વસતિમાં માત્ર 12.6 ટકાનું રસીકરણ થયું છે, જ્યારે પડોશી નાણાકીય કેન્દ્ર સિંગાપુરમાં 28.3 ટકા વસતિનું રસીકરણ થયું છે. હોંગકોંગમાં એક મફત એપાર્ટમેન્ટની ઓફર આકર્ષક બનવાની નક્કી છે, કેમ કે અહીં પ્રોપર્ટીની કિંમત ઘણી વધુ છે. અમેરિકાના ન્યુ યોર્ક, ઓહાયો, મેરિલેન્ડ, કેન્ટકી અને ઓરેગનમનાં પણ રસી લેનારા રહેવાસીઓ માટે લકી ડ્રોની ઓફર આપવામાં આવી રહી છે.