જર્મનીમાં 12થી વધુ વયનાં બાળકોનું સાત-જૂનથી રસીકરણ

બર્લિનઃ દેશમાં અને વિશ્વમાં કોરોના રોગચાળાને ખતમ કરવા માટે રસીકરણ ઝુંબેશ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં હાલ 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે, પણ જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું હતું કે સાત જૂનથી કોરોનાની રસી 12થી 15 વર્ષનાં બાળકોને પણ લગાડવામાં આવશે. જોકે તેમણે કહ્યું હતું કે આ રસીકરણ ફરજિયાત નહીં કરવામાં આવે.

જર્મનીના પ્રાદેશિક નેતાઓ સાથે વાતચીત કર્યા પછી તેમણે કહ્યું હતું કે  12 વર્ષ અને એનાથી વધુ વયનાં બાળકો અને યુવાઓને સાત જૂનથી રસીની એપોઇન્ટમેન્ટ બુક કરવાની તક છે. જે લોકોની રસી લેવાની ઇચ્છા હશે, તેમને ઓગસ્ટના અંત સુધીમાં રસીના પહેલા બે ડોઝ આપવામાં આવશે. વળી આ રસીકરણના કાર્યક્રમ દરમ્યાન એ વાત પર અસર નહીં પડે કે બાળક સ્કૂલમાં જઈ શકશે કે રજા પર હશે, એમ અહેવાલો કહે છે. માતાપિતા માટે મુખ્ય સંદેશ એ છે કે તેમનાં બાળકોને રસીકરણની ફરજ નહીં પાડવામાં આવે, એમ તેમણે કહ્યું હતું. આ સાથે યુરોપિયન મેડિસિન એજન્સીથી બાળકોને ફાઇઝર, બાયોએનટેકની રસી માટે મંજૂરી મળવાની અપેક્ષા છે. યુરોપિયન યુનિયનમાં 16થી વધુ વયની વ્યક્તિઓમાં રસીને પહેલેથી મંજૂરી આપવામાં આવી છે. એજન્સી દ્વારા 12-15 વર્ષનાં બાળકોને રસીકરણ માટે મંજૂરી અપાય એવી શક્યતા છે.

ફાઇઝરે દાવો કર્યો હતો કે એની રસી કોરોના રોગચાળા પર અસરકારક છે અને 12 વર્ષ અથવા એનાથી વધુ વયના લોકો માટે એ અનુકૂળ છે. કેનેડા અને અમેરિકામાં પહેલેથી 12થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરી દીધું છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]