ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન લક્ષ્ય નહોતાઃ NSO

જેરુસલેમઃ ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની NSOના એક અધિકારીએ કહ્યું હતું કે વિવાદાસ્પદ પેગાસસ સ્પાયવેર ટૂલનો ઉપયોગ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનને નિશાન બનાવવા માટે નથી કરવામાં આવ્યો. NSO ગ્રુપના અધિકારી ચેમ ગેલફેન્ડે જણાવ્યું હતું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન એનો લક્ષ્યાંક નહોતા. જોકે મેક્રોનની ઓફિસના એક પ્રવક્તાએ કહ્યું હતું કે જો પુરાવા સાબિત થઈ જશે, તો એ સ્પષ્ટપણે બહુ ગંભીર બાબત છે.

આ પહેલાં ન્યૂઝ હતા કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન અને તેમની સરકારના ટોચના સભ્યો દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા ફોન નંબર સ્પાયવેર પેગાસસના સંભવિત ટાર્ગેટમાં સામેલ હતા. પેગાસસના સંભવિત લક્ષ્યાંકિત નંબરોની યાદી લીક કરનારા NGOએ મંગળવારે આ વાત કહી હતી. ફ્રાંસના વડા પ્રધાને કહ્યું હતું કે કોઈ પણ ખોટું થયાની કેટલાય પ્રકારે તપાસ થઈ રહી છે. મોરોક્કોની સરકારે કેટલાય દેશોમાં પત્રકારો, હ્યુમન રાઇટ્સ ચળવળકારો અને રાજકારણીઓને નિશાન બનાવનારા NSOના પેગાસસ સ્પાયવેરના વ્યાપક ઉપયોગની તપાસ કરી રહ્યા છીએ, સરકારે એક ગ્લોબલ મિડિયા કોન્સોર્શિયમને એક નિવેદન બદલ ફટકાર લગાવી હતી.

ફ્રેન્ચ ન્યૂઝપેપર લી મોન્ડેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોન અને સરકારના 15 સભ્યોના સેલફોન 2019માં મોરોક્કોની સિક્યોરિટી એજન્સી દ્વારા પેગાસસ સ્પાયવેર દ્વારા તપાસના સંભવિત લક્ષ્યોમાંના એક હોઈ શકે. ફ્રાન્સિસી પબ્લિક રેડિયોએ ફ્રાન્સને જણાવ્યું હતું કે મોરક્કન કિંગ મોહમ્મદ VI અને તેમના પક્ષના સભ્યોના ફોન સંભવિત ટાર્ગેટોમાંના એક હતા.