અમેરિકામાં આધાર-કાર્ડ જેવી ડિજિટલ ઓળખ સિસ્ટમની ભલામણ

વોશિંગ્ટનઃ અમેરિકી નિષ્ણાતે ભારતમાં આધાર પ્રણાલીના અનુભવનો હવાલો આપતાં સંસદસભ્યોની ભલામણ કરી છે કે અમેરિકા એક એવી ડિજિટલ ઓળખ પ્રણાલી તૈયાર કરે-જે સમાવેશી હોય અને મોટા ભાગના લોકો માટે કામ કરે. નોટ્રેડેમ યુનિવર્સિટીમાં નોટ્રેડેમ-IBM ટેક્નોલોજી એથિક્સ લેબની સંસ્થાપક ડિરેક્ટર પ્રો એલિઝાબેથ રેનેરિસે કોંગ્રેસની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપસમિતિની બેઠકમાં એ ભલામણ કરી હતી. રેનેરિસે કહ્યું હતું કે આપણે એવી પ્રણાલી તૈયારી કરવાની આવશ્યકતા છે, જે વાસ્વવમાં સમાવેશી હોય અને વધુ ને વધુ લોકો માટે કામ કરે.   

 

સંસદસભ્યોના સવાલોના જવાબમાં રેનેરિસે ભારતમાં આધાર-કાર્ડ પ્રણાલીના અમલીકરણનો ઉલ્લેખ કરે. તેમણે કહ્યુ હતું કે આપણે આ પ્રકારના  ડિજિટલ ID સિસ્ટમ અને પાયાના માળખાના નિર્માણથી બચવું જોઈએ, જે સરકારી દેખરેખનો વિસ્તાર કરે, જેમ કે ભારત-ચીનમાં રાષ્ટ્રીય ઓળખની પ્રણાલી હેઠળ કરવામાં આવે છે.