વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે ભારત કશ્મીરીઓને મૂળભૂત અધિકારો આપવા માટે આવશ્યક પગલાં લે. અત્યાર સુધી જેમને ભારતના મિત્ર માનવામાં આવતા હતા તે બિડેનના આ નિવેદનોને કારણે અમેરિકામાં વસતા ભારતીયો તથા ભારતવાસીઓને આંચકો લાગ્યો છે. બિડેને આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) લાગુ કરવાની અને સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. તેમના પ્રચાર અભિયાનની વેબસાઇટ પર હાલમાં પોસ્ટ કરવામાં આવેલા જો બિડેનના મુસ્લિમ અમેરિકી સમુદાય માટેના એજન્ડા એટલે કે નીતિ પત્રના અનુસાર દેશમાં બહુજાતિય તથા ધાર્મિક લોકતંત્ર જાળવી રાખવા અને ધર્મનિરપેક્ષતાની જૂની પરંપરાને જોતાં આ પગલું વિસંગત છે.
હિન્દુ-અમેરિકનોમાં ગુસ્સો
યુએસ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બિડેને હાલના રાષ્ટ્રપતિ અને રીપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઝૂકાવ્યું છે. આ ટિપ્પણીઓ પછી હિન્દુ-અમેરિકનોના એક જૂથે ભારતની વિરુદ્ધમાં ભાષા વાપરવા બદલ નારાજગી દર્શાવી છે અને બિડેનના પ્રચાર અભિયાન સંચાલકોનો સંપર્ક કરી આ નિવેદનો વિશે પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે. આ જૂથે હિન્દુ-અમેરિકનો પર પણ આ પ્રકારનો નીતિ પત્ર લાવવાની માગ કરી છે. બિડેનના અભિયાને આ સંદર્ભે આ સવાલોનો જવાબ આપ્યો નથી. બિડેનના નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ મુસ્લિમ બહુમતી દેશો અને સારી એવી મુસ્લિમ વસતિવાળા દેશોમાં જે થઈ રહ્યું છે, એને લઈને અમેરિકી મુસ્લિમોનું દુઃખ સમજે છે.
ચીનના ઉઇગર મુસલમાનોનો પણ ઉલ્લેખ
આ નીતિ પત્રમાં ભારતમાં કાશ્મીર અને આસામમાં લઈને અને પશ્ચિમી ચીનમાં લાખ્ખો મુસ્લિમ ઉઇગરોને જબરદસ્તીથી તાબામાં રાખવાના તથા મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ અલ્પસંખ્યકોની સામે થઈ રહેલા અત્યાચારોનો એકસાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે કશ્મીરના બધા લોકોના અધિકારો આપવા આવશ્યક પગલાં લેવાં જોઈએ. શાંતિપૂર્ણ પ્રદર્શનો રોકવા અથવા ઇન્ટનેટ બંધ કરવું એ લોકતંત્રને નબળું કરે છે. જો બિડેનને આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) લાગુ કરવાનું અને ત્યાર બાદ ત્યાં જે કંઈ થયું એને લઈને સંશોધિત સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને ભારત સરકાર દ્વારા લેવાયેલાં પગલાંથી નિરાશા થઈ છે, એમ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે.
આ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દાયકાઓથી અમેરિકાના સંસદસભ્યો અને આઠ વર્ષ સુધી બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ પદે પહોંચનારા બિડેનને ભારત અને ભારતીય-અમેરિકનોના સારા મિત્રોમાંના એક માનવામાં આવતા હતા. આ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સમજૂતી કરવાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ઉપ રાષ્ટ્રપતિ તરીકે તેમણે પ્રતિ વર્ષ 500 અબજ ડોલર સુધી દ્વિપક્ષી વેપાર વધારવાના પ્રયાસો કર્યા હતા.