નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીમાં વિવાદઃ પીએમ ઓલીએ પદ છોડવું પડી શકે છે

નવી દિલ્હીઃ નેપાળની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીમાં વિવાદ ચરમસીમાએ છે. પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કે.પી.શર્મા ઓલીનું રાજનૈતિક ભવિષ્ય નક્કી થવા જઈ રહ્યું છે. પાર્ટીના વિરોધી પક્ષનું પલણ જોતા માનવામાં આવી રહ્યું છે કે, ઓલી પાસેથી પાર્ટી અધ્યક્ષ અથવા વડાપ્રધાન પદ પરથી રાજીનામું લેવામાં આવશે. એવું પણ થઈ શકે છે કે, ચીનના નજીકના કહેવાતા ઓલીએ પોતાના બંન્ને પદો પરથી રાજીનામું આપવું પડી શકે છે. આજથી બીજીવાર શરુ થયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગળ શું થશે તેનું ટ્રેલર બુધવાર સુધીમાં દેખાઈ ચૂક્યું છે. પાર્ટીના બંન્ને અધ્યક્ષો કે.પી. ઓલી અને પુષ્પ કમલ દહલે એકબીજા પર ખૂબ નિશાન સાધ્યું છે. ઓલી સ્ટેન્ડિંંગ કમિટીમાં અલ્પમતમાં છે પરંતુ તેમના પર આરોપ ખૂબ વધારે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેન્ડિંગ કમિટીમાં વિરોધી દળના બે સભ્યો અનુસાર ઓલીને વડાપ્રધાન પદ છોડવા માટે કહેવાશે.

એક સભ્યએ કહ્યું કે, જે પ્રકારે બુધવારના રોજ દહલ બોલ્યા તેનાથી સ્પષ્ટ સંદેશ મળે છે કે ઓલીની સ્થિતિ યોગ્ય નથી. પ્રચંડે ઓલીને સ્પષ્ટ અને કઠોર સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, દહલે તે શક્યતાઓનો પણ ઉલ્લેખ કર્યો અને ઓલીને ચેતવ્યા જે તેઓ સત્તામાં બનેલા રહેવા માટે કરી રહ્યા હતા.

પ્રચંડે કહ્યું કે, અમે સાંભળ્યું છે કે સત્તામાં બન્યા રહેવા માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશ મોડલ પર કામ ચાલી રહ્યું છે. પરંતુ આ પ્રકારના પ્રયત્નો સફળ નહી થાય. ભ્રષ્ટાચારના નામ પર કોઈ અમને જેલમાં ન નાંખી શકે. દેશને સેનાની મદદથી ચલાવવો સરળ નથી અને ન તો પાર્ટીને તોડીને વિપક્ષ સાથે સરકાર ચલાવવી શક્ય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કે.પી.ઓલી પાર્ટીમાં પૂર્ણ રીતે અલગ પડી ગયા છે. એપણ થઈ શકે છે કે તેમને કહેવામાં આવે કે પાર્ટી અધ્યક્ષ અથવા વડાપ્રધાન પદ બંન્નેમાંથી કોઈ એક પદ તેમને છોડવાનું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિકલ્પ મળવા પર ઓલી પાર્ટી અધ્યક્ષનું પદ છોડવા ઈચ્છશે. આ સિવાય તેમણે એક અન્ય વિકલ્પ અંતર્ગત તે કેબિનેટમાં બદલાવનો પ્રસ્તાવ મૂકી શકે છે જેમાં પ્રચંડ ટીમના નેતાઓને વધારે પદ આપવામાં આવશે. પરંતુ વિરોધી ટીમ આમાં રસ લઈ રહી નથી.

પોતાના વિરુદ્ધ બનેલો માહોલ જોઈને પીએમ ઓલીએ ગુરુવારના રોજ પ્રચંડને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા અને પોતાની શાખ બચાવવા માટે તેમણે સમજુતિ પર પહોંચવાનો પ્રયત્ન કર્યો. જો કે, દહલે સ્પષ્ટ કરી દીધું છે કે તે અથવા તેમના પક્ષના લોકો પોતાના વલણમાં બદલાવ નહી કરે.