કોરોનાનો ડરઃ વિદેશી-પર્યટકોને ઓસ્ટ્રેલિયામાં 2022 સુધી નો-એન્ટ્રી

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને આજે જાહેરાત કરી છે કે વિદેશી પ્રવાસીઓને આવતા વર્ષના આરંભ સુધી એમના દેશમાં પ્રવેશ આપવામાં નહીં આવે. એ પછી પણ, વિદેશી પર્યટકોને પરવાનગી આપતાં પહેલાં કાર્યનિપુણ વિદેશી કામદારો તથા વિદેશી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ આપવામાં ઉચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઈરસના કેસ ફરી ખૂબ વધી ગયા છે. વિક્ટોરિયા રાજ્યમાં મંગળવારે નવા 1,763 કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયા સરકાર તેના તમામ નાગરિકોને કોરોના-પ્રતિરોધક રસી આપવા માટે ખૂબ જોર લગાવી રહી છે. હાલ ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી નાગરિકોની સંખ્યા ખૂબ ઓછી છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલી વાર આ સંખ્યા આટલી બધી ઘટી ગઈ છે.